કલેક્ટરની કેબીનમાં શર્ટ કાઢી બોલાવી રામધૂન, ધારાસભ્ય સહીત 15 કાર્યકરોની અટકાયત
બાયડ ધારાસભ્ય જશુભાઇ પટેલ દ્વારા આયોજનના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ સાથે કલેકટર કચેરીએ શર્ટ કાઢી રામધુન કરી વિરોધ દર્શાવતા પોલીસે ધારાસભ્ય સહીત ૧૫ કાર્યકરોની અટકાયત કરી હતી.
સમીર બલોચ, અરવલ્લી: બાયડ ધારાસભ્ય જશુભાઇ પટેલ દ્વારા આયોજનના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ સાથે કલેકટર કચેરીએ શર્ટ કાઢી રામધુન કરી વિરોધ દર્શાવતા પોલીસે ધારાસભ્ય સહીત ૧૫ કાર્યકરોની અટકાયત કરી હતી.
આ પણ વાંચો:- વડોદરાનાં બહુચર્ચિત હત્યાકાંડમાં PI, PSI સહીત 6 આરોપીઓ 10 દિવસનાં રિમાન્ડ મંજુર
બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલ જીલ્લા આયોજન મંડળના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ તેમજ આયોજન અધિકારી દ્વારા 10 ટકા લઇ કામો મંજુર કરતા હોવાનો પણ આક્ષેપ સાથે કલેકટરને રજૂઆત કરવા પહોચ્યા હતા. ત્યારે કલેક્ટરના જવાબથી અસંતોષ થતા ધારાસભ્ય કલેકટરની ચેમ્બરમાં નીચે જમીન ઉપર બેસી ગયા હતા અને વિરોધ કર્યો હતો. ત્યારબાદ કલેકટર કચેરી બહાર શર્ટ કાઢી બેસી ગયા હતા. તેમની સાથે કોંગ્રેસ પ્રમુખ સહીત કાર્યકરો પણ જોડાયા હતા. રામધુન બોલાવી હતી ત્યારે પોલીસ દ્વારા ધારાસભ્ય સહીત અ૫ જેટલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી.
આ પણ વાંચો:- ગુંડાઓની ખેર નહીં: 'ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ બિલ'ને મંજૂરી
સમગ્ર મામલે જીલ્લા આયોજન અધિકારીએપોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે સરકારના નિયમ મુજબ નિયમ મુજબ પ્રભારી મંત્રી ધારાસભ્યો સહીત નક્કી કરેલી કમિટીની ભલામણ મુજબ કામો મંજુર કરવામાં આવ્યા છે. તેમજ ધારાસભ્યને હાલ સુધી સરકાર દ્વારા એક પણ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી નથી તેવું જણાવતા સરકારના પ્રવક્તા હોય તે પ્રમાણે એક અધિકારી તરીકે જવાબ આપ્યો હતો અને પોતાનો બચાવ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર