પ્રેમી સાથે સંબંધ બાંધી ડરાવા પ્રેમીકાએ હોસ્પિટલમાંથી કરી બાળકીની ચોરી, CCTVમાં થઇ કેદ
જિલ્લાની જી.જી.હોસ્પિટલના ગાયનેકવોર્ડમાંથી ગત શુક્રવારે બપોરે જન્મેલી એક બાળકીને ઉઠાવીને કોઈ અજાણી યુવતી પલાયન થઈ જવાની ઘટનાથી ભારે હાહાકાર મચી જવા પામ્યો હતો. ખુદ જીલ્લા પોલીસવડા શરદ સિંઘલ સહિતનો કાફલો પણ બનાવની ગંભીરતાને જોતા હોસ્પિટલ ખાતે દોડી જઇ તપાસ હાથ ધરી હતી અને પોલીસએ આ બાળકીને ગણતરીની કલાકોમાં શોધી કાઢવામાં આવી હતી. જયારે નવજાત બાળકીને ઉઠાવી જનાર યુવતી ફરાર થઈ ચૂકી હતી. અને અંતે ત્રણ દિવસ બાદ આજે યુવતીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
મુસ્તાક દલ/જામનગર: જિલ્લાની જી.જી.હોસ્પિટલના ગાયનેકવોર્ડમાંથી ગત શુક્રવારે બપોરે જન્મેલી એક બાળકીને ઉઠાવીને કોઈ અજાણી યુવતી પલાયન થઈ જવાની ઘટનાથી ભારે હાહાકાર મચી જવા પામ્યો હતો. ખુદ જીલ્લા પોલીસવડા શરદ સિંઘલ સહિતનો કાફલો પણ બનાવની ગંભીરતાને જોતા હોસ્પિટલ ખાતે દોડી જઇ તપાસ હાથ ધરી હતી અને પોલીસએ આ બાળકીને ગણતરીની કલાકોમાં શોધી કાઢવામાં આવી હતી. જયારે નવજાત બાળકીને ઉઠાવી જનાર યુવતી ફરાર થઈ ચૂકી હતી. અને અંતે ત્રણ દિવસ બાદ આજે યુવતીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
બાળકચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જેના આધારે પોલીસે નાકાબંધી કરી આરોપી મહિલાને શોધવાની કવાયત હાથ ધરી હતી. આ બનાવમાં પોલીસે બાળકીને ઉઠાવી જનાર જામનગર ખોડિયાર કોલોની,નીલકમલ સોસાયટી પાછળ,કોળી દંગામાં રહેતી શિલ્પાબેનની ધરપકડ કરવામાં આવતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેથી પરિવાર તેમજ પાડોશીની સમજાવટથી આ બાળકને લઈને પોલીસમાં શિલ્પા હાજાર થઈ હતી અને પોલીસને શંકા જતા સઘન પૂછપરછના અંતે શિલ્પા ભાંગી પડી હતી અને શા માટે બાળકની ઉઠાંતરી કરી હતી તેનો પોલીસ સમક્ષ ખુલાસો કર્યો હતો.
વધુમાં વાંચો...ઉર્જિત પટેલ વિશે જાણવા જેવી ખાસ 5 બાબતો અને ગુજરાત કનેક્શન...
[[{"fid":"194153","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"YUvti-arestes","field_file_image_title_text[und][0][value]":"YUvti-arestes"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"YUvti-arestes","field_file_image_title_text[und][0][value]":"YUvti-arestes"}},"link_text":false,"attributes":{"alt":"YUvti-arestes","title":"YUvti-arestes","class":"media-element file-default","data-delta":"1"}}]]
શિલ્પાબેન આઈ.ટી.આઈ.માં અભ્યાસ કરતી હોય તેની બહેનપણી જે નર્સિંગનો કોર્સ કરતી હોય અથવા નર્સ હોય તેની પાસેથી ફોટા પડાવવાના બહાને આ ડ્રેસ લઈને આ કૃત્ય આચર્યું હોવાનું પોલીસને કબૂલાત આપી હતી. વધુમાં શિલ્પાબેન વાઘેલાને છેલ્લા ત્રણ વર્ષથી એક વ્યક્તિ સાથે પ્રેમસંબંધ હોય અને ગત માર્ચ માસમાં શિલ્પાએ તેના પ્રેમી સાથે સંબંધ બાંધ્યો હતો અને તેમની સાથે લગ્ન કરવાના ઇરાદે પ્રેમીને જણાવ્યુ હતું કે હું પ્રેગ્નેંટ છું,જેને નવ માસ જેવો સમય થવા આવ્યો હોવાથી બાળક ક્યાથી લાવીશ તેવી ચિંતામાં જી.જી.હોસ્પિટલમાંથી બાળકની ઉઠાંતરી કરી પ્રેમીને બતાવવા માટે આ કૃત્ય કરેલ હોવાનું ખૂલ્યું છે.