જ્યેન્દ્ર ભોઈ/પંચમહાલ :ચૈત્રી નવરાત્રિની આઠમનું ખાસ મહત્વ હોય છે. આ દિવસે મા ભદ્રકાળીની આરાધના કરવામાં આવે છે. ત્યારે શક્તિપીઠ પાવાગઢ ખાતે ચૈત્રી આઠમે ભક્તનુ ઘોડાપૂર ઉમટી પડે છે. મોડી રાત્રિથી જ ભક્તો નિજ મંદિર પહોંચી ગયા હતા. ભક્તોના અભૂતપૂર્વ ઘસારાને લઈ સવારે 4.00 વાગે નિજ મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. મંગળા આરતી સાથે મહાકાળી માતાના જયકારા સાથે ભક્તોએ અષ્ટમી દર્શનનો લ્હાવો લીધો હતો. ભક્તોના અભૂતપૂર્વ ઘસારાને પહોંચી વળવા તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૈત્રી આઠમના દિવસે પાવાગઢ પર ભક્તોનો ઘસારો રહે છે. લગભગ 40 લાખ જેટલા શ્રદ્ધાળુઓ ચૈત્રી આઠમે પાવાગઢની ભદ્રકાળી માતાના દર્શન કરે છે. આ દિવસે મંદિરમાં આઠમનુ હવન કરવામા આવે છે. તો સાંજે હવનમાં નાળિયેરી હોમીને તેની પૂર્ણાહુતિ કરાય છે. પાવાગઢમાં પહોંચી રહેલા ભક્તોની સુવિધા માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરાઈ છે. શ્રદ્ધાળુઓને તળેટીથી માચી સુધી પહોંચાડવા લગભગ 50 એસટી બસો મૂકાઈ છે. 


આ પણ વાંચો : ફરવા માટે ગુજરાતનું આ લોકેશન છે સાવ નવુ, ગરમીમાં પણ હિમાલયની ઠંડીનો અહેસાસ કરાવી દેશે


અમદાવાદ ભદ્રકાળી મંદિરમાં 80 લીટર લીમડાનો રસ વહેંચાશે
તો બીજી તરફ, ચૈત્રી આઠમને અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં વિશેષ ઉજવણી કરવામાં આવે છે. આઠમના દિવસે આશરે 80 લીટર લીમડાના રસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. નવરાત્રિમાં આઠમનું સવિશેષ મહત્ત્વ હોય છે. આઠમના દિવસે કરેલાં જપ-તપનો પણ વિશેષ લાભ થાય છે. ત્યારે આઠમના દિવસે ભદ્રકાળી મંદિર, બહુચરાજી મંદિર, મહાકાળી મંદિરમાં માતાજીને વિશેષ શણગાર કરાય છે. નવરાત્રિમાં નગરદેવી ભદ્રકાળી મંદિરમાં રોજે આશરે 50 લીટર લીમડાના રસની પ્રસાદી આચમન સ્વરૂપે વિતરણ કરવામાં આવે છે. તો આજે આઠમના દિવસે 80 લિટર લીમડાના રસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે સમગ્ર દેશમાં માત્ર બે ભદ્રકાળી મંદિરમાં જ રાત્રી હવન થાય છે. હવન બાદ વહેલી સવારે મંગળા આરતી અને બપોરે માતાજીને વિશેષ ભોગ ધરાવવામાં આવે છે.


આ પણ વાંચો : 


ગુજરાતના આ શહેરોમાં છે ઓરેન્જ એલર્ટ, ગરમીનો પારો 45 ને પાર પહોંચી જશે


ગોધરામાં યુવકોને પ્રેમ પ્રકરણમાં અપાઈ તાલિબાની સજા, થાંભલા સાથે બાંધી માર મરાયો