કોંગ્રેસમાં ભડકો: પાર્ટીના નેતાએ જ નવસારી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
શૈલેષ પટેલ હાલ OBC સમાજના મુદ્દે આંદોલનને વેગ આપવાના પ્રયાસો કરી રહ્યા છે અને આગામી દિવસોમાં જિલ્લામાં રેલી કરવાની તૈયારી પણ છે. ત્યારે સમાજની આગેવાની કરવા જતા રાજકારણનો મુદ્દો બન્યો હોવાની ચર્ચાઓ પણ વેગવંતી બની છે.
ધવલ પરીખ/નવસારી: જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પક્ષ વિરોધી કામ કરતા હોવાની સાથે જ એમનું સોશ્યલ મીડિયા ભાજપનો દલાલ હેન્ડલ કરતો હોવાના આક્ષેપો કોંગ્રેસના પ્રદેશ સોશ્યલ મીડિયાના મંત્રી દેવાંગ પટેલે લગાવતા કોંગ્રેસ સહિત જિલ્લાના રાજકારણમાં ગરમાટો આવ્યો છે.
શૈલેષ પટેલ હાલ OBC સમાજના મુદ્દે આંદોલનને વેગ આપવાના પ્રયાસો કરી રહ્યા છે અને આગામી દિવસોમાં જિલ્લામાં રેલી કરવાની તૈયારી પણ છે. ત્યારે સમાજની આગેવાની કરવા જતા રાજકારણનો મુદ્દો બન્યો હોવાની ચર્ચાઓ પણ વેગવંતી બની છે. ત્યારે દેવાંગ પટેલના આક્ષેપો સામે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, દેવાંગ પટેલ જ એમનું સોશ્યલ મીડિયા હેન્ડલ કરતો હતો, પણ ત્રણ મહિના અગાઉ એની પાસેથી સોશ્યલ મીડિયાનું કામકાજ લઈ લેવામાં આવ્યુ હતુ.
સાથે જ અગાઉ પણ એમણે પક્ષને નુકશાન થાય એ રીતે પોસ્ટ કરી હતી, ત્યારે પણ એમને કડક સૂચના આપી હતી, પણ વખતે જે મારા સામે આક્ષેપો કર્યા છે એ પાયા વિહોણા છે. હું કોંગ્રેસની વિચારધારાથી પ્રેરિત થઈ સેવાના ભાવ સાથે કોંગ્રેસમાં જોડાયો હતો અને દિલથી રાજનીતિ કરી રહ્યો છું, મગજથી રાજનીતિ કરી જ નથી. કદાચ ટીકીટ માંગીશ એવું વિચારીને પણ કોઈ હિતશત્રુ દ્વારા આવું કરાવ્યું હોઈ શકે.
પરંતુ અમારા ધારાસભ્ય અનંત પટેલ સાથે વાત થઈ છે અને આ પ્રકરણમાં જે પણ દોષિત હશે એમના સામે આકરા પગલાં ભરવામાં આવશે. સાથે જ પ્રદેશમાં પણ આ મુદ્દે જાણ કરીને કાર્યવાહી કરાશે. સમગ્ર મામલે દેવાંગ પટેલ આખી ઘટના બાદ ભુગર્ભમાં ઉતરી ગયા છે.
જુઓ આ પણ વીડિયો:-