અમિત રાજપુત/નર્મદા:  કેવડીયા કોલોની ખાતે ફરીથી એક વખત ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ સુધી ચાલનારી ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરેન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી રાજનાથ સિંહ સહિત દેશનાં તમામ રાજ્યોનાં ડીજી અને આઈજીપી ભાગ લેવાના છે. 20 ડીસેમ્બર થી 22 ડીસેમ્બર સુધી ચાલનારી ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરેન્સ કુદરતનાં રમણીય નજારા એવા કેવડીયા કોલીની ખાતે આવેલી ટેન્ટ સીટીમાં આયોજિત કરવામાં આવી છે. ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરેન્સને લઈને ટેન્ટ સીટી 1 અને 2માં તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેન્ટ સીટી 1 અને 2માં કુલ 240 જેટલા ટેન્ટનું શમીયાણું ઉભું કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી એક વખતમાં નર્મદાનાં ખોડામાં .આવશે અને પોતાની આગવી સૂઝબુઝથી દેશનાં તમામ પોલીસ વડાને માર્ગદર્શન આપશે.
ડીજી કોન્ફરેન્સમાં પીએમ નરેન્દ્ર મોદી દરબારી અને બુલેટ પ્રૂફ ટેન્ટમાં રોકાશે અને સાથે ગૃહમંત્રી રાજનાથ સિંહ, ગૃહરાજ્ય મંત્રી કીરેન રીજ્જુ, સીએમ વિજય રૂપાણી પણ મીની દરબારી ટેન્ટમાં રોકાશે. ગૃહમંત્રી રાજનાથ સિંહ, ગૃહરાજ્ય મંત્રી કીરેન રીજ્જુ 20 ડિસેમ્બરે ગુજરાત આવવાના છે. રાજ્યોના પોલીસ વડા અને આઈજીપી માટે મીની દરબારી ટેન્ટમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.


વધુ વાંચો...ગુજરાત સરકારની મોટી જાહેરાત, 6.22 લાખ ગ્રાહકોનું 625 કરોડ રૂપિયાનું લાઈટબીલ થશે માફ


ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરેન્સમાં દેશની આંતરિક સુરક્ષા, સીમા સુરક્ષા, આંતકવાદ, નક્સલવાદ અને હાલમાં વધી રહેલા સાયબર એટેક પણ મનોમંથન કરવામાં આવશે. સ્વાભાવિક છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય વીઆઈપી ગુજરાત આવતા હોય ત્યારે તેમના ભોજનને લઈને પણ ટેન્ટ સીટીનું તંત્ર ખડેપગે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભોજનમાં ગુજરાતી ભોજન અને અન્ય વાનગીઓ પીરસવામાં આવશે. તેમજ ગૃહમંત્રી રાજનાથ સિંહ, ગૃહરાજ્ય મંત્રી કીરેન રીજ્જુ અને અન્ય રાજ્યોનાં તમામ પોલીસ અધિકારીઓ માટે તેમના પસંદનું ભોજનનું મેનુ પણ બનાવવામાં આવ્યું છે. 


વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી રાજનાથ સિંહ હોલ 1માં તમામ પોલીસ વડા અને આઈજીપી સાથે સીધો સંવાદ કરશે સાથે જ દેશની સુરક્ષા માટેનાં પડકારો માટે મહત્વની ચર્ચા બાદ એક્શન પ્લાન પણ બનાવીને અમલમાં મુકવા માટે દિશાસૂચન પણ કરશે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી રાજનાથ સિંહ હોલમાં જાહેર મંચથી પોતાની વાત તમામ પોલીસ વડાને સંબોધન કરશે. ટેન્ટ સીટી ના કુલ 240 જેટલા રૂમ તૈયાર કરી લેવામાં આવ્યા છે અને આખરી ઓપ આપવાની પ્રકિયા ચાલી રહી છે. માં નર્મદાનાં કાઠે આવેલી ટેન્ટ સીટીને જોતા એવું લાગે છે કે, જંગલમાં મંગલ તો માત્ર ગુજરાતમાં જ થઇ શકે.