અમદાવાદ :  હાલમાં વિશ્વવ્યાપી કોરોના મહામારીને કારણે ગુજરાત અને ભારતમાં લોકડાઉન છે. આ લોકડાઉનને કારણે રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. પહેલાં તેઓ 30 એપ્રિલના રોજ નિવૃત્ત થવાના હતા પણ હવે જુલાઈ 2020માં નિવૃત થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"261370","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


શિવાનંદ ઝા 2018માં ગુજરાતના 37માં પોલીસ વડા બન્યા હતા. મૂળ બિહારના અને 1983ની બેચના IPS શિવાનંદ ઝાનો જન્મ 1960માં થયો હતો. તેઓ અમદાવાદ અને સુરતના પોલીસ કમિશનર, ઇન્ટેલિજન્સ બ્યુરોના વડા સહિતના હોદા પર ફરજ બજાવી ચૂકયા છે.


રાજ્ય સરકારે આ અગાઉ લગભગ એક દશકા પહેલા 2 વખતના ડીજીપી એસએસ ખંડવાવાલાને 3 મહિનાનું એક્સટેન્શન આપ્યુ હતું. હવે 10 વર્ષ પછી ગુજરાતના કોઇ ડીજીપીને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યુ છે. હાલમાં ગુજરાતમાં પોલીસ જે કાર્યવાહી કરી રહી છે તેનું મીડિયા બ્રિફિગ પણ શિવાનંદ ઝા કરી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube