હિતલ પારેખ, ગાંધીનગર : હાલમાં ગુજરાત લોકડાઉનની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે હવે આગામી દિવસોમાં રમઝાન માસ અને પરશુરામ જયંતિ જેવા ધાર્મિક તહેવારો આવી રહ્યા છે ત્યારે લોકો ઘરમાં જ રહીને ઉજવણી કરે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે  કે કોઇપણ સંજોગોમાં લોકો ધાર્મિક સ્થળે ભેગા ન થાય અને ઘરમાં જ રહીને પૂજા અને બંદગી કરવામાં આવે નહીંતર પોલીસ પછી કડક પગલાં લેશે. તેમણે અપીલ કરી હતી કે ધર્મગુરુઓ પણ આ બાબતે લોકોને જાગૃત કરે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિવાનંદ ઝાએ lockdownનો ઉપયોગ કરીને દારૂની હેરાફેરી કરવાના ગુના વિશે માહિતી આપી છે કે લોકડાઉનનો દુરુપયોગ કરીને દારૂની હેરાફેરી કરવામાં આવે છે અને ગઈકાલે પોલીસે બે ગુના નોંધ્યા છે. બાલાસિનોરમાં એક ટ્રક દારૂ પકડવામાં આવ્યો છે. આ ટ્રક ઉપર આવશ્યક સેવાનું બોર્ડ માર્યું હતું. હવે આવા ટ્રકોની વિશેષ તપાસ કરવામાં આવશે. આ સિવાય કોરોના 50થી વધારે વયના લોકોને ખાસ અસર કરતો હોવાથી વડીલોનું ધ્યાન રાખવું જરૂરી છે. 


ગઇકાલ (તા.21/04/2020) થી આજ સુધીના ગુનાઓની વિગત


  • જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા: 1780

  • કવોરેન્ટિન કરેલ વ્યકિતઓ દ્વારા કાયદા ભંગના ગુનાની સંખ્યા (IPC 269, 270, 271)  : 774

  • અન્ય ગુનાઓ  : 438 (રાયોટીંગ/Disaster Management Actના)

  • આરોપી અટકની સંખ્યા : 3622

  • જપ્ત થયેલ વાહનોની સંખ્યા : 2361

  • ડ્રોનની મદદથી દાખલ થયેલ ગુનાઓ : 288

  • CCTVની મદદથી દાખલ થયેલ ગુનાઓ : 55

  • અફવા ફેલાવવા અંગેના ગુનાઓ : 16

  • અમદાવાદમાં આજ સુધીમાં કર્ફ્યુ ભંગના 147-ગુના, 178-લોકોની ધરપકડ

  • સુરતમાં આજ સુધી કર્ફ્યુ ભંગના 129-ગુના, 148-લોકોની ધરપકડ

  • રાજકોટમાં આજ સુધીના કર્ફ્યુ ભંગના  90-ગુના, 90-લોકોની ધરપકડ

  • હાલ સુધીમાં 88,375 વાહન મુક્ત કરવામાં આવેલ છે.

  • સોસાયટીના CCTV આધારે આજ સુધીમાં 154 ગુનાઓ દાખલ કરી 264 લોકોની અટકાયત કરવામાં આવેલ છે.

  • ANPR આધારે આજ સુધીમાં 326 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube