ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં લોકડાઉનના 53મા દિવસે કાયદો અને વ્યવસ્થા અંગે રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે, લોકડાઉનના ત્રીજા તબક્કાના અંતિમ દિવસોમાં જાહેરમાં તમામ સ્થળોએ શાંતિપૂર્ણ રીતે અમલ થાય તે રીતે છૂટછાટ અપાય છે. ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું અમલ થાય તે માટે પોલીસ સુરક્ષા વ્યવસ્થા જાળવી રહી છે. કન્ટેમેન્ટ સિવાયની વિસ્તારમાં દુકાનો ખુલ્લી રાખવાની છૂટછાટ અપાઈ છે. તો પ્રિબંધિત સેવા કે દુકાન ચાલુ ન રહે તે માટો પોલીસ નજર રાખી રહી છે. લોકોને અપીલ છે કે, જેટલી છૂટ અપાઈ છે તેમાં જ છૂટછાટ ભોગવે. શાકભાજી અને કરિયાણાની દુકાનો માટે 10 થી 3 સુધીની છૂટ છે. આ સમય દરમિયાન જ લોકો બહાર નીકળે. સાંજના 7 વાગ્યાછી 7 વાગ્યા સુધી ઈમરજન્સી સિવાય તમામ સેવા અને વેચાણ બંધ રાખવામાં આવશે. તો સાથે જ ખેતી માટે અને ખેતી સંલગ્લન પ્રવૃત્તિઓને લોકડાઉમાંથી મુક્તિ અપાઈ છે. ખેડૂતોને પોલીસ દ્વારા રોકવામાં આવશે નહિ, આ માટે જરૂરી તમામ સૂચનાઓ તમામ પોલીસ કર્મચારીઓને આપી દેવાઈ છે. ખેતપેદાશો વેચવા માટે પણ લોકડાઉનમાંથી મુક્તિ અપાઈ છે. સાથે જ જે વિસ્તારોમાં ઉદ્યોગોને છૂટ આપવામાં આવી છે. તેમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ, કર્મચારી અને વાહનોને અટકાવવામાં આવશે નહીં.


એકવાર નહિ, પણ વારંવાર ક્લિક કરીને આ video જોવાનું મન થશે 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરવા મામલે ડીજીપીએ જણાવ્યું કે, મળેલી છૂટછાટનો ભંગ કરવાનો કિસ્સો કચ્છમાઁથી સામે આવ્યો છે. કચ્છમાં લગ્ન માટે તંત્ર તરફથી 30 લોકો હાજર રાખીને અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા સાથે મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ પરંતુ પોલીસ ચેકિંગમાં લગ્નમાં 90 લોકો હાજર મળી આવ્યા હતા. તેમજ સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળયો હતો. આ અંગે આયોજક સામે ગુનો દાખલ કરાયો છે. 


આ નાનકડુ માટલું લાવી દેશે તમારી તમામ સમસ્યાઓનો એકઝાટકે અંત 


કોરોના વોરિયર્સ સાથે ખરાબ વર્તન અંગે શિવાનંદ ઝાએ જણાવ્યું કે, હાલ સુરતમાં એક નર્સ સાથે ગેરવર્તનનો બનાવ બન્યો હતો. લિંબાયત પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો દાકલ કરાયો છે, તેમજ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કોરોના વોરિયર્સ વિરુદ્ધ કોઈ અસભ્ય વર્તન ચલાવી લેવામાં નહિ. ખરાબ વર્તન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર