ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યમાં લોકડાઉન વચ્ચે કાયદો અને વ્યવસ્થાની માહિતી આપતા પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે, છેલ્લા અનેક દિવસોથી શ્રમિકોને તેમના વતનમાં મોકલવાની વ્યવસ્થા તંત્ર દ્વારા ઝડપથી કરવામાં આવી રહી છે. આ માટે સંબંધિત રાજ્ય દ્વારા અપાતી વ્યવસ્થા કે પ્રક્રિયામાં વિલંબ થવો શક્ય છે. તેથી અફવાઓમાં આવીને અને નાના વિલંબને કારણ બનાવીને શ્રમિકો દ્વારા તંત્ર સાથે સંઘર્ષમાં ઉતરવાના બનાવો બન્યો છે. આવા બનાવો ચલાવી લેવામાં નહિ આવે. આજે રાજકોટમાં રાપરમાં શ્રમિકો દ્વારા ટ્રેન રદ થવાને કારણે કેટલાક લોકો દ્વારા કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જેમાં પોલીસ અને મીડિયા પર હુમલો થયો હતો. આ પ્રકારનું કૃત્ય કરનારા સામે ગુનો દાખલ કરાયો છે. મારી લોકોને અપીલ છે કે ,ધીરજ ગુમાવવીને પોલીસ, સ્થાનિક તંત્ર અને મીડિયા સાથે સંઘર્ષમા ન ઉતરે. કેટલાક કારણોસર ટ્રેન રદ થાય, અને વિલંબ થાય તો ફરી વ્યવસ્થા તરત કરવામાં આવશે. શ્રમિકોને શક્ય વહેલા તેમના વતનમાં મોકલાવમાં આવશે. 


કોરોના બાદ આ ભારતીય કંપનીને શાણપણ સૂઝ્યુ, પોતાનો બિઝનેસ ચીનથી ભારત લાવશે 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે જણાવ્યું કે, પરપ્રાંતિયોએ ચાલીને આંતર રાજ્ય અવરજવર કરી શકશે નહિ, બંને રાજ્યો તરફથી સંકલન થયા બાદ જ લોકો જઈ શકે છે. વતન જવા રજિસ્ટ્રેશન કરાવે, જેથી તેમના માટે ટ્રેન કે બસની વ્યવસ્થા થઈ શકે. રસ્તા પર ચાલીને વતન જવા નીકળતા લોકોને રોકીને તેઓને નજીકના શેલ્ટર હોમમા મોકલીને તેમના વતન જવાની વ્યવસ્થા કરાવવામાં આવી રહી છે.


ડીજીપીની મહત્વની જાહેરાત
ઓરિસ્સા જનારા લોકો માટે મહત્વની જાહેરાત કરતા શિવાનંદ ઝાએ જણાવ્યું કે, આગામી કેટલાક દિવસોમાં હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. ઓરિસ્સામાં તેની વધુ અસર થવાની શક્યતા છે. જેથી ઓરિસ્સામાં વહીવટી તંત્ર પૂર્વ તૈયારીમાં વ્યસ્ત હોવાથી ત્રણ-ચાર દિવસ સુધી શ્રમિકો માટે ઓરિસ્સા જવાની પ્રોસેસ મુલત્વી રાખવામાં આવી છે. ગુજરાતથી ઓરિસ્સા ખાતે ટ્રેન જવા નહિ નીકળે. ઓરિસ્સા જનારા લોકોને અપીલ છે કે, થોડા દિવસ ધીરજ રાખે. ઓરિસ્સા જવાની મંજૂરી મળશે એટલે તાત્કાલિક ટ્રેની વ્યવસ્થા ફરી શરૂ કરવામાં આવશે.  
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર