ગાંધીનગરઃ દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કોઇપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહિ તેવો સંદેશ ગુનેગારોની સાથે સાથે સમગ્ર પોલીસ વિભાગને પણ આપવા માટે રાજ્ય પોલીસ વડા આશીષ ભાટિયા દ્વારા આજ રોજ એક પી.એસ.આઇ.ને સસ્પેન્ડ કરવામાં આવેલ છે. તા. ૦૬/૧૨/૨૦૨૦ના રોજ સુરત ગ્રામ્યના માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પુના ગામ ખાતે રાજ્યની સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા એક પ્રોહીબીશન અંગેની એક રેઇડ કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રેઇડમાં કુલ આશરે રૂા. ૪૬.૦૩ લાખની કિંમતનો ગેરકાયદેસરનો દારૂનો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ હતો. આ રેઇડના અનુસંધાને પ્રોહીબિશનની પ્રવૃત્તિની બાતમી મેળવવામાં તેમજ આવી પ્રવૃત્તિ રોકવાની નિષ્ફળતા બદલ ડી.જી.પી.દ્વારા આજરોજ માંડવી પોલીસ સ્ટેશનના PSI આઇ.એમ.ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવેલ છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube