ઝી મીડિયા/બ્યૂરો :ધંધૂકામાં કિશન ભરવાડની હત્યા કેસનુ કનેક્શન પાકિસ્તાની સંગઠન સાથે ખૂલ્યુ છે. બે કટ્ટરવાદી સંગઠન આ હત્યા કેસમાં સામેલ હોવાનું સામે આવતાં હવે ગુજરાત ATSને તપાસ સોંપવામાં આવી છે. અમદાવાદ જિલ્લાના ધંધૂકા (dhandhuka) માં કિશન ભરવાડની હત્યા મામલે જિલ્લા પોલીસે જમાલપુર વિસ્તારમાં રહેતા આરોપી મૌલવી ઐયૂબ જાવરવાલાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં કટ્ટરવાદી સંગઠનો સાથે મૌલવી જોડાયેલો હોવાનું બહાર આવ્યું છે. ત્યારે હત્યા કેસમાં ઝડપાયેલા આરોપી સામે UAPA એક્ટ લગાવવામાં આવશે. આખરે શુ આ UAPA એક્ટ તે જાણીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફાયરિંગ કરનારા અને મૌલવી સામે UAPA એક્ટ લાગશે. હત્યા કેસમાં સંડોવાયેલ સામે અનલોફૂલ એક્ટિવિટી એક્ટ લગાવવામાં આવશે. UAPA એક્ટના નામથી જ ખૂંખાર ગુનેગારો થરથર કાંપે છે. આ કાયદા હેઠળ તપાસના આધારે આતંકી ઘોષિત કરી શકાય છે. ગેરકાયદાકીય ગતિવિધીઓ સામે UAPA એક્ટ લાગૂ કરાય છે. હિંસા ભડકાવવાની સ્થિતિમાં પણ UAPA એક્ટ લાગૂ થાય છે. આ એક્ટ અંતર્ગત આતંકી ગતિવિધીમાં સામેલ લોકો સામે પગલા લેવાય છે. આતંકી ગતિવિધિને વધારતા આરોપી સામે પણ UAPA એક્ટ લાગે છે. આ એક્ટ હેઠળ સંગઠનને પણ આતંકી સંગઠન જાહેર કરી શકાય છે. આ એક્ટ હેઠળ આતંકી ઘોષિત કરવા આતંકી સંબંધ દર્શાવવો જરૂરી નથી. UAPA લાગૂ થાય તો આરોપીને આગોતરા જામીન ન મળે. 



અમદાવાદના ધંધૂકામાં કિશન ભરવાડ હત્યા કેસનો આખો ઘટનાક્રમ પર નજર કરીએ તો, કિશન ભરવાડ પર બાઈક પર આવેલા બે શખ્સોએ ફાયરિંગ કર્યુ હતું. બાઈક સવારોએ કિશનનો પીછો કરી તેને ગોળી મારી હતી. શબ્બીર ચોપડાએ કિશન ભરવાડ પર ફાયરિંગ કર્યું હતુ. ઈમ્તિયાઝ પઠાણ બાઈક ચલાવતો હતો. પોલીસે આ કેસમાં મૌલવી સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી શબ્બીર ચોપડા અને ઈમ્તિયાઝની ધરપકડ કરાઈ છે. બંને આરોપીની મદદ કરનાર અન્ય એક શખ્સની પણ ધરપકડ કરાઈ છે. 


શાર્પશૂટરોની મદદ કરનાર જમાલપુરના મૌલવી મોહમ્મદ ઐયુબ ઝરવાલાની ધરપકડ કરાઈ છે. જમાલપુરના મૌલવીએ આરોપી શબ્બીર ચોપડાને એક રિવોલ્વર અને 5 કારતૂસ આપ્યા હતા. કિશન ભરવાડ હત્યા કેસમાં અન્ય એક મુંબઈના મૌલવીની સંડોવણી પણ બહાર આવી છે. આરોપી શબ્બીર ચોપડા અને ઈમ્તિયાઝ પઠાણના રિમાન્ડ 5 ફેબ્રુઆરી સુધી મંજૂર કરાયા છે. હાલ ધંધૂકા હત્યા કેસની તપાસ ATSને સોંપાઈ છે. 


ધંધુકા મર્ડર કેસ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ધંધૂકા કેસની તપાસ ગુજરાત ATS ને સોંપવામાં આવી છે. આજે સાંજ આ સુધીમાં કેસમાં પોલીસનું સ્ટેટમેન્ટ આવશે.