Ahmedabad News : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે દર્દીઓના જીવ સાથે ખતરનાક ખેલ ખેલ્યો છે. ખ્યાતિ હોસ્પિટલના કસાઈઓની કરતૂતનો પર્દાફાશ ધીરે ધીરે થઈ રહયો છે. હવે સામે આવ્યું કે, ખ્યાતિ હોસ્પિટલના કસાઈઓ દર્દી પર રહેમ નહોતા કરતા. ખ્યાતિ હોસ્પિટલના માલિકોઓ અનેક લોકોના ભોગ લીધા છે. જબરજસ્તી એન્જિયોગ્રાફી કરી ખ્યાતિ હોસ્પિટલે રીતસરની લૂંટ ચલાવી હતી. ખ્યાતિ હોસ્પિટલે લૂંટ તો કરી પણ લોકોને મારી નાંખ્યા છે. ત્યારે ડો.વજીરાણીએ ધંધુકાના 61 વર્ષીય ભાઈલાલભાઈ સોલંકી નામના દર્દીને બિનજરૂરી ત્રણ-ત્રણ સ્ટેન્ટ મૂકીને તેમનો જીવ લઈ લીધો. સાલ હોસ્પિટલમાં ધંધુકાના દર્દીના મોત બાદ પરિવારે ન્યાયની માંગ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાઈલાલભાઈ રોજ 10 કિમી ચાલતા હતા
મૃતક ભાઈલાલભાઈ સોલંકીના ભાઈ રમેશ સોલંકીએ જણાવ્યું કે, મારા ભાઈ એકદમ તંદુરસ્ત હતા. તેઓ રોજ દસથી 12 કિલોમીટર જેટલું ચાલતા હતા. તેમના નખમાં ય રોગ ન હતો. એક દિવસ તેમના છાતીમાં દુખાવો ઉપડ્યો અને ખ્યાતિ હોસ્પિટલે ત્રણ સ્ટેન્ટ નાંખી દીધા હતા. જેથી તેમનો જીવ ગયો હતો. 


કાતિલ ઠંડી સાથે ગુજરાત પર આવશે મોટું સંકટ, આજકાલમાં ત્રાટકવાની છે શક્યતા


વધરોડા ગામમાં પણ લીધો લોકોનો જીવ
કડી ગામના વધરોડા ગામમાં પણ લીધો લોકોનો જીવ. ઠાકોર પરિવારના ફતાજી ઠાકોરનું એન્જીઓગ્રાફી કરતા મોત નિપજ્યું છે. ફતાજી ઠાકોરને સારણ ગાંઠ હતી પણ ખ્યાતિ હોસ્પિટલએ એન્જીઓગ્રાફી કરી મોતને ઘાટ ઉતાર્યા. એન્જીઓગ્રાફીના કલાકો બાદ જ મોત નીપજ્યું હતું. ઠાકોર પરિવારની વેદના જાણવા ZEE 24 કલાકની ટીમ ફતાજી ઠાકોરના ઘરે પહોંચી હતી. ફતાજી ઠાકોરના પૌત્ર સુરેશ ઠાકોરે જણાવ્યું કે દાદાને ગાંઠની સમસ્યા હતી જેની સામે બિનજરૂરી એન્જીઓગ્રાફી કરી. સારવાર દરમિયાન હ્દય બંધ થઇ જતા તેમનું મોત થયું. ગામના 30-35 લોકોને સારવાર વાતે ખ્યાતિ હોસ્પિટલ બોલાવવામાં આવ્યા. ખોટી સારવારના નામે પૈસા ખંખેર્યા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે. 


ઝોલાછાપ તબીબોએ ઉભી કરી દીધી મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ, ઉદઘાટનના 24 કલાકમાં સીલ