ઢબુડી માતા ઉર્ભે ધનજી ઓડે CORONA ના કહેર વચ્ચે ટોળા એકત્ર કર્યા, પોલીસે અટકાયત કરી
લોકોને માતાના નામે છેતરનારા ઢોંગી ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ ફરી ચર્ચામાં આવ્યો છે. કોરોનાની મહામારી ચાલી રહી છે. લોકોના એક સાથે એકત્ર થવા પર પ્રતિબંધ છે. છતા શહેરમાં ચાંદખેડા વિસ્તારમાં આવેલા તેના બંગલાની બહાર મોટા પ્રમાણમાં લોકો એકત્ર થયા હતા. જેને પગલે ઢબુડી માતાની અટકાયત કરવામાં આવી છે.
અમદાવાદ : લોકોને માતાના નામે છેતરનારા ઢોંગી ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ ફરી ચર્ચામાં આવ્યો છે. કોરોનાની મહામારી ચાલી રહી છે. લોકોના એક સાથે એકત્ર થવા પર પ્રતિબંધ છે. છતા શહેરમાં ચાંદખેડા વિસ્તારમાં આવેલા તેના બંગલાની બહાર મોટા પ્રમાણમાં લોકો એકત્ર થયા હતા. જેને પગલે ઢબુડી માતાની અટકાયત કરવામાં આવી છે.
Gujarat Corona Update: રાજ્યમાં રેકોર્ડ 1110 નવા કેસ, કુલ 753 લોકો સાજા થયા
કોરોના મહામારી દેશ સહિત સમગ્ર વિશ્વ પરેશાન છે. સરકાર દ્વારા પણ લોકોને અકારણ એકત્ર નહી થવા અંગે વારંવાર અપીલ કરવામાં આવી રહી છે. જો કે ધનજી દ્વારા લોકોને એકત્ર કરવામાં આવ્યા હતા. લોકો ન માત્ર નજીક નજીક ઉભા હતા. પરંતુ કેટલાક લોકોએ માસ્ક પણ નહી પહેર્યાનું ધ્યાને આવ્યું હતું.
રવિવારી બજારમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા, પોલીસ અને AMC એ કાર્યવાહી કરી
ધનજી ઓડના ચાંદખેડા ખાતેનાં બંગલા બહાર મોટા પ્રમાણમાં લોકો એકત્ર થયા હતા. ટોળુ એકત્ર થયાનાં મીડિયામાં અહેવાલો પ્રસારિત થયા હતા. જેના પગલે ચાંદખેડા પોલીસનો સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ચાંદખેડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. જો કે ધનજી દ્વારા મીડિયા સાથે પણ ગેરવર્તણુંક કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર