ધનતેરસ પર સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. કેટલાક લોકો ધનતેરસ પર આભૂષણ તો કેટલાક લોકો લક્ષ્મી-ગણેશ ભગવાનની તસવીરોવાળા સોના તેમજ ચાંદીના બિસ્કીટ તથા સિક્કા ખરીદે છે. દિવાળીના દિવસે લક્ષ્મી-ગણેશવાળા સિક્કા કે બિસ્કીટની પૂજા કરવામાં આવે છે. વેચાણ વધારવા માટે જ્વેલર્સ વિવિધ પ્રકારના પ્રયોગો કરતા રહે છે. ત્યારે હવે સુરતના જ્વેલર્સે એવા સોના તેમજ ચાંદીના સિક્કા બનાવ્યા છે, જેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર બનેલી છે. આ સિક્કા મોટી સંખ્યામાં વેચાઈ રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તસવીરવાળા સિક્કા પણ દુકાનમાં વેચાઈ રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સહયોગી વેબસાઈટ ઝી બિઝ હિન્દીની માહિતી મુજબ, દુકાનમાં સોનાના બાર ખરીદનારા લોકોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ માટે ઘણુ બધુ કર્યું છે. આવામાં તેઓ ભગવાન જેવા જ છે. તેથી તેઓ તેમની તસવીરવાળા સોનાના બાર ખરીદીને તેમની પૂજા કરવા માંગે છે. 


સુરતના જ્વેલર્સનો અનોખો પ્રયોગ
સુરતના આ જ્વેલરે દુકાનમાં ખુલ્લામાં નરેન્દ્ર મોદીની તસવીરવાળા સોના તેમજ ચાંદીના બાર તેમજ બિસ્કીટ મૂક્યા છે. તેનું વજન 10 ગ્રામથી લઈને 1 કિલો સુધી છે. દુકાનમાં આવનારા લોકોમાં આ બિસ્કીટ અને બાર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. 


દિવાળી પહેલા સોનાની માંગ વધવાથી સોનું અંદાજે 6 વર્ષના ઉચ્ચતમ સ્તર 32,780 રૂપિયાને સ્પર્શી ગયા બાદ સપ્તાહના અંતમાં 32,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. જોકે, ચાંદીને જરૂરી વેચાણ માટે સમર્થન ન મળ્યું અને તેના ભાવમાં કોઈ ઘટાડો નોંધાયો નથી. માર્કેટના સૂત્રોએ કહ્યું કે, આગામી તહેવાર અને લગ્નની સીઝનને કારણે આભૂષણ બનાવનારા સતત સોનાની ખરીદી કરી રહ્યાં છે. ખરીદારી વધવાથી સોનું 32,780 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લગભગ 6 વર્ષના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયું છે. 


વૈશ્વિક સ્તર પર સોનાની કિંમતમાં વધ-ઘટ થયા બાદ સપ્તાના અંતમાં મામૂલી ઘટાડાની સાથે 1233.20 ડોલર પ્રતિ ઓંસ પર બંધ થયો, જે ગત સપ્તાહના અંતમાં 1233.80 ડોલર પ્રતિ ઔંસ હતું. ચાંદીની કિંમત પણ 14.82 ડોલર પ્રતિ ઔંસ પર લગભગ અપરિવર્તિત રહી. નેશનલ રાજધાનીમાં આભૂષણ વેપારીઓની નબળી ડિમાન્ડને કારણે 99.9 અને 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાની કિંમત નાની-મોટી લેવાલીની વચ્ચે શરૂઆતમાં ક્રમશ 32,550 રૂપિયા અને 32,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર સ્થિર રહી. બાદમાં તહેવારને કારણે વેચાણમાં આવેલી તેજીને કારણે તે 6 વર્ષના ઉચ્ચતમ સ્તર ક્રમશ 32,780 રૂપિયા અને 32,630 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યા બાદ સપ્તાહના અંતમાં 100-100 રૂપિયાની તેજી દર્શાવ્યું હતું. બાદમાં તે ક્રમશ 32,650 રૂપિયા અને 32,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો. આ 29 નવેમ્બર 2012 બાદનું ઉચ્ચતમ સ્તર છે, જ્યારે આ બહુમૂલ્ય ધાતુ 32,940 રૂપિયા પર બંધ થઈ હતી.