• હાલ હોસ્પિલમાં 560 બેડ કાર્યરત છે, જે તમામ હાલ દર્દીઓથી ભરેલા છે. હાલ એક પણ બેડ ખાલી નથી

  • હોસ્પિટલના દરવાજા બહાર જ એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોની લાંબી લાઈનો જોવા મળી


આશ્કા જાની/અમદાવાદ :અમદાવાદની બગડતી કોરોનાની સ્થિતિને પગલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે 900 બેડની ધનવંતરી હોસ્પિટલ (dhanvantati covid hospital) શરૂ કરાઈ હતી. આ હોસ્પિટલની શરૂઆત 29 એપ્રિલના રોજ કરવામાં આવી હતી. ત્યારે ઓપનિંગના ત્રણ દિવસમાં જ હોસ્પિટલ દર્દીઓથી હાઉસફુલ થઈ ગઈ છે. આ કારણે હોસ્પિટલની બહાર બેડ ઉપલબ્ધ ન હોવાનુ બોર્ડ લગાવવામાં આવ્યું છે. 


આ પણ વાંચો : સરકારના આ પ્લાનિંગથી કોરોનામુક્ત બનશે ગુજરાતના ગામડા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ 560 બેડ કાર્યરત, તમામ હાઉસફુલ 
Drdo ના સહયોગથી બનાવમાં આવેલી અમદાવાદની 900 બેડની ધનવંતરી હોસ્પિટલની બહાર બેડ ફૂલ હોવાનું બોર્ડ લગાવી દેવાયું છે. હાલ હોસ્પિલમાં 560 બેડ કાર્યરત છે, જે તમામ હાલ દર્દીઓથી ભરેલા છે. ધનવંતરી હોસ્પિટલમાં હાલ એક પણ બેડ ખાલી નથી. તો બીજી તરફ હોસ્પિટલના દરવાજા બહાર જ એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોની લાંબી લાઈનો જોવા મળી છે. સારવાર મેળવવા માટે સવારથી સતત દર્દીઓ અને તેમના સ્વજનો આવી રહ્યાં છે. બેડ ન હોવાથી હોસ્પિટલની બહાર લાંબી લાઈ લાગી છે. 


આ પણ વાંચો : ગ્લુકોઝ અને મીઠું મિક્સ કરીને બનાવાતું રેમડેસિવિર ઈન્જેક્શન, સુરતના ફાર્મહાઉસમાં ચાલતા કૌભાંડનો પર્દાફાશ


ઓપનિંગથી જ ધનવંતરી હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે. શરૂઆતમાં ટોકન સિસ્ટમથી વિવાદ થયા બાદ સરકારને પોતાનો નિર્ણય બદલવાની ફરજ પડી હતી. ટોકન સિસ્ટમની જાહેરાત કરાયા બાદ હોસ્પિટલની બહાર અફરાતરફી મચી ગઈ હતી. દર્દીઓની લાંબી લાઈનો વધી ગઈ હતી. સાથે જ દર્દીઓની હાલાકી પણ વધી ગઈ હતી. તો મોટી સંખ્યામાં લોકોએ ટોકન સિસ્ટમનો વિરોધ પણ કર્ય હતો. ટોકન આપ્યા પછી પોતાનો નંબર ક્યારે આવે, પછી ફોન આવે ત્યા સુધી રાહ જોવાની, અને ત્યા સુધી દર્દીની હાલત વધુ ગંભીર બની શકે છે. તેથી વિવાદ વકર્યા બાદ અને દર્દીને ટોકન સિસ્ટમમાં એન્ટ્રી મુદ્દે હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. 


આ પણ વાંચો : દર્દીઓ અને મોતનો આંકડો વધતા ગુજરાતના આ શહેરે વધાર્યું સ્વૈચ્છિક લોકડાઉન