ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડ્યો? 14 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ, 46 માં નોંધપાત્ર વરસાદ
રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં 195 મિ.મી. તથા નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં 191 મિ.મી. એટલે કે 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
Gujarat Monsoon 2023: ગુજરાતમાં સાર્વત્રિક રીતે ચોમાસુ જોવા મળી રહ્યું છે. વરસી રહેલા વરસાદના પરિણામે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં 195 મિ.મી. તથા નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં 191 મિ.મી. એટલે કે 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
મેઘરાજાએ ભારે કરી! જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી! ઓરંગા નદીએ ધારણ કર્યું રૌદ્ર રૂપ
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 1 જુલાઇ 2023ના રોજ સવારે 6 કલાકથી સાંજના 6 કલાક દરમિયાન જુનાગઢ જિલ્લાના વીસાવદર તાલુકામાં 165 મિ.મી., ભેંસાણમાં 152 મિ.મી., વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં 138 મિ.મી., પારડીમાં 136 મિ.મી., વાપીમાં 131 મિ.મી જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકાની વાત કરીએ તો, ધારીમાં 130 મિ.મી., અંકલેશ્વરમાં 125 મિ.મી., ભરૂચમાં 120 મિ.મી., ચિખલીમાં 115 મિ.મી., કપરાડામાં 115 મિ.મી., ધંધુકામાં 107 મિ.મી., ચુડામાં 106 મિ.મી., વલભીપુર તાલુકામાં 102 મિ.મી., જ્યારે અમદાવાદ શહેરમાં એ 102 મિ.મી. જેટલો વરસાદ નોંધાયો છે. આમ, 14 જેટલા તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
પશુપાલકોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પશુઓ માટે 'સંકટમોચક' બનશે આ સુવિધા
આ ઉપરાંત વાંસદા અને જલાલપોર તાલુકામાં અનુક્રમે 93 અને 92 મિ.મી., લીંબડી તથા મહુવા તાલુકામાં અનુક્રમે 90 અને 89 મિ.મી., લુણાવાડા અને ભાવનગરમાં અનુક્રમે 89 અને 83 મિ.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે બરવાળા અને તલાલામાં 80 મિ.મી. અને વઘઈ તથા વાલીયામાં 79 મિ.મી. વરસાદ નોંધાયો છે.
ગુજરાત પર મેઘરાજા મહેરબાન! નદી-નાળા અને ડેમ છલકાયા, જાણો ક્યાં કેવી છે પરિસ્થિતિ?
રાજ્યના અન્ય તાલુકાઓ જેવા કે, નેત્રંગમાં 70 મિ.મી., ગણદેવીમાં 69 મિ.મી., આણંદમાં 68 મિ.મી., કપડવંજમાં 67 મિ.મી., આહવા અને હાંસોટમાં 66 મિ.મી., શિહોરમાં 65 મિ.મી., ઓલપાડ અને ડેડિયાપાડામાં 62 મિ.મી. વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યના 19 જેટલા તાલુકામાં સરેરાશ બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 45 તાલુકાઓમાં સરેરાશ એકથી બે ઈંચ સુધીનો વરસાદ પડ્યો છે.
UPSC IFS 2022 result: ગુજરાતના સ્પીપાના ઉમેદવાર જયનીલ દેસાઈએ સમગ્ર દેશમાં ડંકો વગા..