નડિયાદઃ ખેડા જિલ્લા કિસાન સંઘ દ્વારા નડિયાદ કલેકટર કચેરી ખાતે પોતાની વિવિધ માંગો સાથે ધરણા અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તેઓએ માંગણી કરી હતી કે વીજ મીટર પદ્ધતિ દૂર કરી હોર્સપાવર પદ્ધતિથી વીજળી આપવામાં આવે, સૂર્યોદય યોજના અંતર્ગત ખેડા જિલ્લામાં હાલ દરેક તાલુકામાં એક એક જ ફીડર ચાલુ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તળાવ ભરવાની જાહેરાત કરી પરંતુ હજુ સુધી એક પણ તાલુકા મથકે તળાવ ભરવામાં આવ્યા નથી. અગાઉ પણ તાલુકા મથકે અમે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. પરંતુ સરકારના અમારી વાત ન સંભળાતા અમે હાલ જિલ્લા કક્ષાએ રજૂઆત કરવા આવ્યા છીએ અને આમ છતાં પણ અમારી માંગણી નહીં સંતોષાય તો આગામી દિવસોમાં વિધાનસભાનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડા જિલ્લામાંથી પસાર થતી મોટાભાગની નહેરો સાફ ન થવા હોવાના કારણે ખેતર સુધી પાણી ફોર્સથી મળી રહ્યું નથી‌. ઉપરાંત નહેરની વ્યવસ્થા પણ અમુક જગ્યાએ નથી. સરકારે મોટા ઉપાડે તળાવમાં પાણી ભરવાનું આયોજન કરાયું તે પણ પડતું મુકાયું છે. જેથી સરકાર અમારી આ માગણીઓ સ્વીકારે અને તેના ઉપર ધ્યાન આપે તેવી લોકમાંગ છે.


આ પણ વાંચોઃ ગુનો કર્યો હશે તો સજા આજે નહીં તો ચાર વર્ષે પણ મળશે, વર્ષ 2018ના કેસનો ચુકાદો 2022માં આવ્યો


ખેડા જિલ્લાના 10 તાલુકાના ખેડૂતો પોતાની માંગણી નહી સંતોષાય તો વિધાનસભાનો ઘેરાવો કરવા તૈયારી બતાવી છે. વીજ મીટર આધારીત વિજદરને હોર્સ પાવર આધારીત વિજદરમાં લાવવા સહિતના પ્રશ્નોનું સમાધાન સરકાર કરે તેવી લોક માંગ કરી છે. વરસાદી વાતાવરણ છતાં પણ સિંચાઈ માટેની નહેરો યોગ્ય સાફ ન થયા હોવાનો ખેડૂતોનો આક્ષેપ કર્યો છે. ખેડા જિલ્લા ના અંદાજે 100 થી વધુ ખેડૂતોએ કલેકટરને રોષ પૂર્વક રજૂઆત કરી છે.


ખેડા જિલ્લાના ખેડૂતો પોતાની વિવિધ માગણીઓને લઈને સરકાર સામે બાયો ચઢાવી છે. મીટર આધારીત વિજદરને હોર્સ પાવર આધારીત વિજદરમાં લાવવા સહિતના પ્રશ્નોનું સમાધાન સરકાર કરે તેવી લોક માગ સાથે જિલ્લાના 100 થી વધુ ખેડૂતો કલેકટર કચેરીએ ધસી આવી કલેકટરને ઉગ્ર રજૂઆત કરી છે. કૃષી પ્રધાન દેશમાં ધરતીપુત્રોને આજે પોતાની વિવિધ માંગણીઓને લઇને લડવુ પડે એ સરકાર માટે સરમજનક બાબત કહી શકાય છે.


આ પણ વાંચોઃ આ ફોટોને તમે શુ કેપ્શન આપશો? એવુ પૂછતા જ મજેદાર કોમેન્ટ્સનો ઢગલો થઈ ગયો


એકબાજુ વાવણીનો સમય છે તો બીજી બાજુ ખેડૂતોને સરકારની નવી નવી નીતીઓ સામે આર્થિક રીતે નુકસાન થઈ રહ્યું છે. હાલમાં કિસાનોને વિજ પુરવઠો હોર્સ પાવર આધારીત અને મીટર આધારીત આપવામાં આવે છે. જેમાં બન્નેના વિજદરમાં તફાવત છે. જેથી મીટર આધારીત ખેડૂતોને નુકશાની જાય છે. આથી મીટર આધારીત ખેડૂતોને પણ હોર્સ પાવર આધારીત ભાવથી વિજ પુરવઠો આપી સમાનતા લાવવા માંગ ઉઠી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube