Dhirendra Krishna Shastri: અલકેશ રાવ/બનાસકાંઠા: આજથી પવિત્રધામ અંબાજી ખાતે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો ત્રી દિવસીય દિવ્ય દરબાર યોજાવવાનો છે. જેને લઈને ન ફક્ત ગુજરાત પરંતુ દેશના વિવિધ રાજ્યોમાંથી બાબા બાગેશ્વરના ભક્તો પોતાની વિવિધ મનોકામના લઈને અંબાજી ઉમટી પડ્યા છે. ફક્ત બાબાની એક ઝલક જોવા માટે આતુર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાવચેત રહેજો! DCPથી લઈ પોલીસ કોન્સ્ટેબલ સુધીનો કાફલો નવરાત્રી મેદાનોમાં રહેશે તૈનાત


ભક્તોનું કહેવું છે કે સનાતની બાબાના દર્શન કરવા જ એક મોટી વાત છે. તેમના મુખે હનુમાન કથા સાંભળી લને જ કષ્ટો દૂર થઈ જાય છે. તો બાબા ભક્તોની સમસ્યાની ચિઠ્ઠી ખોલીને તેમના દુઃખો હરિ લેશે. જેને લઈને ભક્તો મોટી સંખ્યામાં અંબાજી ઉમટી પડ્યા છે. 


રાજકોટમાં આ ભાઈની ટિકિટ પાક્કી : પાટીલે કહ્યું, લોકસભામાં આવે તો અમે લઈ જવા તૈયાર


દિવ્ય દરબારમાં લાખો લોકો આવવાની અપેક્ષા છે. જેને જોતા અંબાજી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે. પોલીસ અને ટ્રાફિક પોલીસે અનેક જગ્યાએ ચેકિંગ પોઈન્ટ બનાવ્યા છે દરબારમાં કોઈ અરાજકતા ન સર્જાય તે માટે અલગથી આયોજન કરવામાં આવ્યું છે. જીએમડીસી ગ્રાઉન્ડ તરફ જતા ટ્રાફિક પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.


ચાલુ ગરબામાં છાતીમાં દુખાવો ઉપડે કે ગભરામણ થાય તો સૌથી પહેલા આ કરજો


ઉલ્લેખનીય છે કે, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેઓ 15 થી 20 તારીખ સુધી ગુજરાતમાં રહેશે. ત્યારબાદ ત્રણ દિવસ અમદાવાદમાં દિવ્ય દરબાર થશે. આ દરમિયાન તેમને સાળંગપુર હનુમાન મંદિરના વિવાદને લઈ પૂછવામાં આવતાં કહ્યું, હનુમાનજીના ભીંત ચિત્રના વિવાદ વિશે અજાણ છું. રામ અને હનુમાનજી મુદ્દે જે પણ વિવાદ થાય છે તે ન થવો જોઈએ.


ઘરની આ જગ્યાએ ઝાડૂ-પોતા રાખવાથી ઘરમાં વધે છે દરિદ્રતા, પર્સમાં નથી ટકતા રુપિયા