Baba Bageshwar Gujarat Visit: બાગેશ્વર ધામ સરકારના નામથી પ્રખ્યાત થયેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો સુરતમાં દિવ્ય દરબારનો આજે બીજો દિવસ છે. પરંતુ આવતીકાલે (28 મે) ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદમાં આવનાર છે અને તેઓનો દિવ્ય દરબાર 29 અને 30 મેના રોજ અમદાવાદમાં ભરાવાનો છે. પરંતુ હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમનું સ્થળ બદલાયું છે. પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમનું સ્થળ ચાણક્યપુરી રાખવામાં આવ્યું હતું, પરંતુ હવે ઓગણજ ખાતે બાબનો કાર્યક્રમ યોજાશે. એસપી રિંગ રોડ ઓગણજ ખાતે બાબાનો દરબાર યોજાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશના અર્થતંત્રમાં ગુજરાતનો 10% હિસ્સાનો લક્ષ્યાંક, ભૂપેન્દ્ર પટેલનો માસ્ટરપ્લાન


સ્થળ બદલવા પોલીસનું દબાણઃ સૂત્રો
અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ મામલે વિવાદ સર્જાયો હતો. ચાણક્યપુરીના આયોજકો અને પોલીસ સામ-સામે આવી ગયા છે. અંતિમ સમયમાં વ્યવસ્થા અંગે પોલીસે સવાલ ઉઠાવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, અંતિમ સમયમાં બાગેશ્વર બાબાના કાર્યક્રમનું સ્થળ બદલવા માટે પોલીસ દબાણ કરી રહી હતી. જોકે, આયોજકો નિશ્ચિત સ્થળ પર કાર્યક્રમ કરવા મક્કમ હતા. કાર્યક્રમની મંજૂરી મેળવવા માટે આયોજકો રાજકીય નેતાઓ પાસે દોટ મૂકી હતી. પરંતુ અંતિમ સમયે બાબાના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે.


અમદાવાદની યુવતીને સોશિયલ મીડિયામાં મિત્રતા ભારે પડી! સગીર યુવક કપલ બોક્સમાં લઈ ગયો.. 


આવતીકાલે અંબાજી જશે ધીરેન્દ્ર શાસ્ત્રી
ધીરેન્દ્ર શાસ્ત્રી આવતીકાલે અંબાજી દર્શન કરવા માટે જશે. તેઓ આવતીકાલે હેલિકોપ્ટરમાં અંબાજી જશે. અંબાજીમાં ધીરેન્દ્ર શાસ્ત્રી પૂજા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓ બપોરે 1 વાગ્યે ઈસ્કોન અંબેવેલી અંબાજીમાં વિશ્રામ કરશે. આંબેવેલીમાં ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ધીરેન્દ્ર શાસ્ત્રી કોટક હાઉસમાં રાત્રી રોકાણ કરશે.


આવતીકાલે જો આવું થયું તો Gujarat Titans એક પણ બોલ રમ્યા વિના બની જશે IPL ચેમ્પિયન


તમને જણાવી દઈએ કે, અમદાવાદના ચાણક્યપુરીમાં દિવ્ય દરબારને લઈ ડોમ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં ભક્તો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. દિવ્ય દરબારના આયોજકો દ્વારા પાસ વિતરણ પણ કરવામાં આવ્યું છે. જગ્યાની ક્ષમતા પ્રમાણે લોકોને એન્ટ્રી આપવામાં આવશે તેવી પણ અગાઉ વાત થઈ હતી. દિવ્ય દરબારમાં જે લોકો પાસે પાસ હશે તેમને જ એન્ટ્રી આપવામાં આવનાર હતી.


આણંદમાં લવજેહાદ! વિધર્મી યુવકે પરિણીતાને બ્લેકમેઇલ કરી અઢી વર્ષ સુધી માણ્યું શરીરસુખ