દિનેશ ચંદ્રવાડીયા/ધોરાજી: ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા લોકોની સુવિધા માટે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ દ્વારા ST બસની સુવિધા પુરી પાડે છે ત્યારે ધોરાજી તાલુકાનું એક એવું ગામ છે જે આજે પચીસ વર્ષ થયા ST બસની રાહ જોઈ રહ્યું છે પરંતુ પચીસ વર્ષ થયા ગામમાં હજુ સુધી એસટી બસ આવતા જોઈ નથી ત્યારે જોઈએ ધોરાજી તાલુકાના ભૂખી ગામ કે જ્યાં એસટી બસની હજુ સુધી કોઈ સુવિધા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રહોની સ્થિતિ જોતા ગુજરાતના વાતાવરણમાં થશે ઉથલપાથલ! શુક્રના લીધે મંડરાયો ફરી આ ખતરો


રાજકોટ જિલ્લાના ધોરાજીથી સાતેક કિલોમીટર દૂર આવેલ ભૂખી ગામમાં આજે પચીસ વર્ષ થયા જાણે કે એસટીના લિસ્ટમાં ગામનું નામ ન હોય તેમ ભૂખી ગામમાં એક પણ બસ આવતી ન હોય જેને લઈને ગ્રામજનો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં છે ત્યારે બેટી બચાવો, બેટી પઢાવો.. ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત સહિતના સૂત્રો અમલમાં છે પરંતુ ભૂખી ગામની વિદ્યાર્થીનીઓને ભણવું છે પરંતુ ગામમાં એસટી બસ આવતી ન હોવાને કારણે વિદ્યાર્થીનીઓને ભારે પરેશાની થઈ રહી હોય તેમ ચોમાસા દરમ્યાન હાલત ખરાબ થઈ જાય છે. વરસાદ દરમ્યાન પ્રાઇવેટ વાહન ન આવે ત્યારે ગામથી સાત કિલોમીટર વરસાદમાં ચાલીને જવુ પડે છે ત્યારે વિદ્યાર્થીનીઓની માંગ છે કે વહેલી તકે એસટી વિભાગ દ્વારા ધોરાજી થી ભૂખીનો રૂટ ચાલુ કરે તેવી માંગ કરી છે. 


આ 34 વર્ષીય છોકરી સંભાળશે Tata Groupની જવાબદારી? રતન ટાટા સાથે છે ખાસ કનેક્શન


ગામલોકોના જણાવ્યા અનુસાર એક બાજુ મોંઘવારીને લઈ લોકો પરેશાન છે ત્યારે આવવા જવા માટે સૌથી સસ્તી સેવા એસટી આપે છે ત્યારે ભૂખી ગામમાં એક પણ એસટી બસ આવતી ન હોય, ના છૂટકે ગામલોકોને ખાનગી વાહનોમાં જોખમી મુસાફરી કરવી પડે છે અને કાયમી ગામ થી અન્ય ગામ જવુ હોય ત્યારે ખાનગી વાહન ચાલકો ભાડા ડબલ લેતા હોય, મુસાફરી મોંઘી પડે છે ત્યારે અનેકવાર રજુઆત કરવા છતાં હજુ સુધી એસટી વિભાગ દ્વારા બસની સુવિધા અપાઈ નથી ત્યારે ગામ લોકોના કહેવા મુજબ શું એસટી વિભાગમાં અમારા ગામની બાદબાકી છે કે શું?  અનેકવાર રજુઆત કરી હોવા છતાં એસટી વિભાગ દ્વારા શા માટે બસની સુવિધા નથી અપાતી તે હજી અમને ખબર નથી. અમારે અમારા બાળકોને સ્કૂલે મોકલવા હોય તો જીવના જોખમે પ્રાઇવેટ વાહનોમાં મોકલવા પડે છે. ચોમાસા દરમ્યાન વિદ્યાર્થીઓને ખુલ્લા વાહનોમાં અભ્યાસ અર્થે મોકલવા પડતા હોય. વિદ્યાર્થીઓના ગણવેશ, ચોપડા સહિતની સાધન સામગ્રી પલળી જાય છે ત્યારે આજે પચીસ વર્ષ થયા ગામમાં એસટી બસની સુવિધા ન આપવાનું કારણ કોઈ કહી નથી રહ્યું ત્યારે ભૂખી ગામ ધોરાજી નજીકનું ગામ હોય ત્યારે ધારાસભ્ય દ્વારા પણ ભૂખી ગામને બસ ન આવતી હોય મુશ્કેલી પડતી હોવા છતાં પણ ચૂપ હોય. 


ઓક્ટોબરમાં ક્યારે છે શરદ પૂર્ણિમા? ફટાફટ જાણો સાચી તારીખ, બની રહ્યો છે વિશેષ સંયોગ


ગામ લોકોને હવે કોને કહેવું તે વિચાર કરતા થઈ ગયા છે. ભૂખી ગામના વડીલો, બહેનો અને વિદ્યાર્થીઓને સૌથી વધુ મુશ્કેલી પડી રહી છે ત્યારે ગામ લોકોની માંગ છે કે તાત્કાલિક ભૂખી ગામ જવા આવવા માટે બસની સુવિધા પુરી પાડે તેમ ગામ લોકોએ ડેપો મેનેજરને વિનંતી કરી રહ્યા છે. ધોરાજી ડેપો મેનેજરને પૂછતાં જણાવેલ કે ભૂખી ગામ લોકો તરફથી અમને ક્યારેય લેખિતમાં માંગણી કરી નથી અને ભૂખી ચોકડી સુધી બસ જાય છે અને જો સરપંચ દ્વારા અમને લેખિતમાં રજુઆત કરશે તો અમારા ઉચ્ચ અધિકારીને મંજૂરી માટે મોકલી આપવામાં આવશે ત્યારે ગામ લોકોના આગેવાનો કહી રહ્યા છે કે લેખિતમાં આપ્યું છે. 


Airtel એ Jioને આપી ધોબીપછાટ! લોન્ચ કર્યો સસ્તો 26 રૂપિયાનો પ્લાન, જાણો શું છે ફાયદા


અધિકારી કહી રહ્યા છે કે રજુઆત નથી મળી ત્યારે આજે 25 વર્ષ થયા ગામમાં એસટી બસ ન આવતી હોય અને રજુઆત ન કરી હોય એ શક્ય ન બને ત્યારે હાલ અત્યારે વિદ્યાર્થીઓ અને ગામલોકોએ મીડિયા સમક્ષ પોતાના ગામમાં એસટી બસ આવતી ન હોય તંત્ર પાસે માંગણી કરી છે કે ભૂખી ગામ છે તે ગુજરાતમાં જ આવેલ હોય. પચીસ પચીસ વર્ષ થયા એસટી બસ ગામમાં જોઈ ન હોય. પ્રસાશન દ્વારા યોગ્ય કાર્યવાહી કરીને ભૂખી ગામને એસટી બસની ફાળવણી કરે તેવી ગામ લોકોએ વિનંતી કરેલ.