ગ્રહોની સ્થિતિ જોતા ગુજરાતના વાતાવરણમાં થશે ઉથલપાથલ! શુક્રના લીધે મંડરાયો ફરી આ ખતરો!
Ambalal Patel Prediction: હાલ ગુજરાતમાંથી ભલે વરસાદ હટી ગયો હતો, પરંતું ગુજરાતીઓ માટે હરખના સમાચાર એ છે કે નવરાત્રિમાં વરસાદની સંભાવના નહિવત્ છે. તેથી ગુજરાતીઓ મન મૂકીને ગરબા કરી દેશે. સપ્ટેમ્બર તો કોરોકોરો જતો રહેશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે બે બે વાવાઝોડાની આગાહી કરી છે. એક વાવાઝોડું ઓક્ટોબર, અને બીજું નવેમ્બરમાં ત્રાટકશે તેવુ તેમણે કહી દીધું. બાલાલ પટેલે આગાહી કરી કે, રાજ્યમાં હજી પણ વરસાદ રહી શકે છે. ગ્રહોની સ્થિતિ જોતા શુક્ર ગ્રહ તેના ભ્રમણના લીધે રાજ્યમાં વરસાદ પડશે.
દક્ષિણ ગુજરાતમાં 25 થી 28 સપ્ટેમ્બર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર પણ ચોમાસાના નક્ષત્ર છે, તેથી વરસાદ આવશે. નવરાત્રિમાં રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ રહી શકે છે. 27 સપ્ટેમ્બર થી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેશે.
અંબાલાલ પટેલે ખતરાના સંકેત આપતા કહ્યું કે, 10 ઓક્ટોબરે બંગાળાના ઉપસગારના વાવાઝોડાની શક્યતા છે. તો 16 નવેમ્બરથી બંગાળાના ઉપસાગરમા હળવું દબાણ ઉભું થતા 18 નવેમ્બરથી ડિસેમ્બર સુધી ભારે ચક્રવાત ઉભું થશે. ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લે તે અગાઉ ભારે વરસાદના વધુ એક રાઉન્ડની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૨૯-૨૭ સપ્ટેમ્બરના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, હાલની સ્થિતિ પ્રમાણે નવરાત્રિમાં વરસાદની સંભાવ સંભાવના નહિવત્ છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, રાજ્યના કેટલાક ભાગોમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદ આવશે. એક અઠવાડિયાથી વધુના સૂકા દિવસો બાદ ગુજરાતમાં આગામી અઠવાડિયે ભારે વરસાદનું પુનરાગમન થવાની સંભાવના છે. IMDની તાજેતરની આગાહી અનુસાર, 25મી સપ્ટેમ્બર અને 26મી સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની અપેક્ષા છે. IMD બુલેટિન મુજબ, દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલીના અલગ-અલગ સ્થળોએ 25 અને 26 સપ્ટેમ્બરે ભારે વરસાદની સંભાવના માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, આ દિવસોમાં દક્ષિણ ગુજરાત પ્રદેશના છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં અલગ-અલગ સ્થળોએ વરસાદની શક્યતા છે. તો બાકીના પ્રદેશોમાં શુષ્ક હવામાનની સંભાવના છે.
પરેશ ગોસ્વામીએ કહ્યું કે, સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો હતો. પરંતું બાદમાં પાકિસ્તાનમાં બનેલુ સાઇક્લોન ગુજરાત તરફ ન આવતા ત્રીજા અને ચોથા અઠવાડિયામાં વરસાદ જોવા મળ્યો નથી. હાલ તાપમાન 10 સપ્ટેમ્બરથી ઉંચુ આવ્યુ છે. 30 ડિગ્રીથી વધીને 32થી 35 ડિગ્રી અલગ અલગ વિસ્તારમાં નોંધાયું છે.
પવનની ગતિમાં પણ વધારો જોવા મળ્યો છે. બંગાળની ખાડીમાં સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં એક સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થાય તેવી શક્યતા છે. 24 સપ્ટેમ્બરની આસપાસ રાજ્યમાં વરસાદનો રાઉન્ડ ચાલુ થશે. 4થી 5 દિવસ ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થાય તેવી શક્યતા છે.
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા પડતા ગ્રહોના જળદાયક નક્ષત્ર નાડીના યોગને જોતા 19 થી 22 સપ્ટેમ્બરના રાજ્યમાં વરસાદી ઝાપટા વધી શકે છે. 26 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં વરસાદી ઝાપટા રહેશે. આ સમયે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા રહી શકે છે. 16 મી સપ્ટેમ્બરે બનેલી સિસ્ટમ 18 સપ્ટેમ્બર આસપાસ ઉત્તર પશ્ચિમ ભારત તરફ આગળ વધશે.
ચોમાસાના વિદાય અંગે અંબાલાલે કહ્યું કે, 17 સપ્ટેમ્બર આસપાસ રાજસ્થાનના ભાગોમાં ચોમાસું વિદાય લેશે. જેથી તેના પશ્ચિમી પવનોનું જોર વધતા પૂર્વના પવનોને પાછળ ધકેલે છે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ મોડું વિદાય લેશે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ સમયે પૂર્વનો પવન ફૂંકાશે. 10 થી 13 ઓક્ટોબર આસપાસ બંગળાના ઉપસગારમાં ચક્રવાતની શક્યતા છે.
Trending Photos