રાજકોટઃ Dhoraji Gujarat Chutani Result 2022:  ધોરાજી વિધાનસભા બેઠક ગુજરાતની 182 વિધાનસભા બેઠક પૈકી એક છે. 182 વિધાનસભા બેઠકો પૈકી ધોરાજી વિધાનસભા બેઠક 75 મા ક્રમની બેઠક છે...ધોરાજી વિધાનસભા બેઠક પર કોગ્રેસને 8વાર અને ભાજપને 6વાર અને અન્યને 1 વાર જીત મળી છે...ધોરાજી બેઠક પર હાલ કોગ્રેસનો દબદબો જોવા મળી રહ્યો છે..ધોરાજીમાં અગત્યના ઉદ્યોગ પ્લાસ્ટીક વેસ્ટમાંથી રિ-પ્રોસેસ કરીને સુતળી, દોરી, નાડા, બોક્ષ સ્ટેપીંગ પટી, પ્લાસ્ટિક-બેગ અને સિંચાઈ માટેના પાઇપ વગેરેનો છે...ધોરાજી બેઠકમાં 1 ધોરાજી તાલુકા 2. ઉપલેટા તાલુકાનો સમાવેશ થાય છે. આ બેઠક પર કુલ મતદારોની સંખ્યા 250287 છે. જેમાં 131106 પુરુષ મતદારો અને 119181 મહિલા મતદારો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોરાજીમાં પરિવર્તન સાથે ભાજપના ડો. મહેન્દ્ર પાડલિયાની એન્ટ્રી


  • ધોરાજી વિધાનસભા બેઠક પર ડો. મહેન્દ્ર પાડલીયા ચૂંટાઇને ધારાસભ્ય બન્યા 

  • 11878 મતથી ભાજપના ડો. મહેન્દ્ર પાડલીયાની જીત 

  • આમ આદમી પાર્ટીએ ધોરાજીમાં કોંગ્રેસને પહોચાડ્યું મોટું નુકશાન

  • ડો. મહેન્દ્ર પાડલીયાને મળ્યા 65605 મત 

  • લલિત વસોયાને મળ્યા 53727 મત 

  • વિપુલ સખીયાને મળ્યા 29429 મત 

  • નોટાને મળ્યા 1612 મત


2022ની ચૂંટણી
ભાજપે આ વખતે આ બેઠક જીતવા માટે આ વખતે મહેન્દ્ર પાડલિયાને ટિકિટ આપી છે જ્યારે કોગ્રેસે આ બેઠક પર લલીત વસોયા રિપીટ કર્યા ત્યારે આપમાંથી વિપુલ સખિયા આ વખતે મેદાને છે .


2017ની ચૂંટણી
2017માં ધોરાજી બેઠક પર પાટીદાર આંદોલનની ખૂબ જ અસર જોવા મળી હતી..એવામાં ભાજપના ઉમેદવાર પૂર્વ સાંસદ હરીભાઈ પટેલને ટિકિટ આપી હતી તેમને હરાવીને કોગ્રેસના લલિત વસોયાની જીત થઈ હતી...ધોરાજી વિધાનસભામાં વર્ષ 2017માં લલિત વસોયાને 85,070,જ્યારે ભાજપના હરિભાઈ પટેલને 59,985 મત મળ્યા હતા.


2012ની ચૂંટણી
ભાજપે હરીભાઈ પટેલને ટીકિટ આપી તેમની હાર થઈ હતી..જ્યારે વિઠ્ઠલભાઈ રાદડિયાને જીત થઈ હતી.ત્યારબાદ પક્ષ પલટો કરીને વિઠ્ઠલ રાદડિયા પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયા અન 2013માં પેટાચૂંટણી થઈ અને ભાજપે આ સીટ કોગ્રેસ પાસેથી આંચકી લીધી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube