ધ્રાંગધ્રા: તાલુકાનાં નવલગઢ ગામની સીમમાં જનતા રેડની ઘટના સામે આવી છે. સીમમાં ચાલતા દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ થઇ હતી. જેમાં ઠાકોર સેના અને ગ્રામજનોએ ભેગા મળીને જનતા રેડ કરી હતી. જેમાં હજારો લીટર દેશી દારૂ, આથો સહિતનો મુદામાલ પણ ઝડપી પડાયો હતો. ઉપરાંત દારૂનું વેચાણ કરતી મહિલા બુટલેગરને ગ્રામજનોએ માર માર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્થનિકો દ્વારા અનેક વખત પોલીસને રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી હાથ ન કરાતાં લોકોનો આક્રોશ સામે આવ્યો હતો. તો બીજી બાજુ પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા હતા. સાથે જ દારૂબંધીના કાયદાના પણ લહારીયા ઉડ્યા હતા.


વધુ વાંચો...7 પેજની સ્યુસાઇડ નોટ લખીને સુરતના યોગગુરૂએ કર્યો આપઘાતને પ્રયાસ


ગુજરાતમાં દારૂબંધી હોવા છતા પણ કાયદાનું ઉલ્લંઘન કરીને રાજ્યમાં દારૂનો વ્યાપાર થઇ રહ્યો છે. ગુજરાતમાં વ્યાપાર કરવા માટે રાજસ્થાન અને પંજાબમાંથી મોટી માત્રા દારૂના લાવવામાં આવી રહ્યો છે. પોલીસની પણ મીલી ભગત હોવાથી બુટલેગરો ખુલ્લેઆમ દારૂનો વ્યાપાર કરી રહ્યા હોવાના ગામલોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.