ચેતન પટેલ/સુરત: હિરા ઉદ્યોગ માટે રાહતના સમાચારએ સામે આવ્યા છે કે જે જી.એસ.ટી લઈને અનેક વાર રજૂઆત કરવામાં આવ્યા બાદ આખરે સરકાર દ્વારા હીરા ઉદ્યોગના પક્ષમાં નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા ઘણાં સમયથી જુદા જુદા પ્રશ્નો પરત્વે હીરા ઉદ્યોગ સાથે ઉપેક્ષિત વર્તન કરવામાં આવતું હતું. જે બાદ આખરે હીરા જોબવર્કને લગતા જી.એસ.ટી.ના દરોમાં નોંધપાત્ર ઘટાડો કરી આપવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જાહેરાતને હીરા ઉદ્યોગે આવકારી લીધી હતી. હીરા ઉદ્યોગને હીરાના જોબવર્ક પર લાગતા જીએસટીના દર ઘટાડવા માટે હીરા ઉદ્યોગની તરફે કેન્દ્રમાં મક્ક્મ રજૂઆતો કરીને પરીણામદાયી નિવેડો લાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું જાહેર અભિવાદન કરવાનો કાર્યક્રમ સુરતના હીરા ઉદ્યોગકારોના જુદા જુદા સંગઠનો દ્વારા યોજવામાં આવ્યો હતો.


અમદાવાદ: કોંગ્રેસના નેતા કિશનસિંહ તોમર પર જ તેની પુત્રીએ કરી મારામારીની ફરિયાદ


આજે સુરત આવેલા ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ગુજરાતની આર્થિક પાટનગરી ગણાતા સુરત અને સુરતના હીરાઉધોગના વખાણ કર્યા હતા. જીએસટી લાગુ કર્યા બાદ નડી રહેલા પ્રશ્નો અને તેના નિરાકરણ માટે સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું નીતિન પટેલે જણાવ્યું હતું. ડાયમંડ ઉધોગમાં પ્રવર્તી રહેલી મંદીના સવાલ પર પૂછતાં તેમણે કહ્યું હતું કે, હવે ધીમેધીમે માહોલ સુધરી રહ્યો છે જેથી ચિંતા કરવાની જરૂર નથી.


પેટા ચૂંટણી માટે કોંગ્રેસ લગાવશે એડીચોટીનું જોર, બાયડમાં 108 ઠાકોરો કોંગ્રેસમાં જોડાયા


આ ઉપરાંત તેમણે બિનસચિવલય ક્લાર્કની પરીક્ષા બાબતે પૂછતાં ઉમેર્યું હતું કે, સરકારે ભરતી પ્રક્રિયા રદ્દ કરી નથી. જેથી ઉમેદવાર વિદ્યાર્થીઓને તેની પણ ચિંતા કરવાની જરુર નથી. જ્યારે માણસામાં લેવાયેલી પરીક્ષામાં વિચિત્ર પ્રશ્ન પૂછવા બાબતે તેમણે કહ્યું હતું કે, કુમળા માનસ ધરાવતા વિદ્યાર્થીઓને આવા પ્રશ્નો પૂછવા ન જોઈએ. જ્યારે અંતમાં રાજ્યમાં વકરી રહેલા રોગચાળા બાબતે નિવેદન આપતાં તેમણે જણાવ્યું હતું કે, આ વખતે ચોમાસુ લંબાતા રોગચાળો વકર્યો છે. પણ હવે વરસાદે ઉઘાડ લેતા સ્થિતિ કાબુમાં આવશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.


જુઓ LIVE TV :