વલસાડ : જિલ્લાની કચરાની ડમ્પીંગ સાઇટ પરથી મોટા પ્રમાણમાં વપરાયા વગરના કોન્ડોમ મળી આવતા ચકચાર મચી છે. આરોગ્ય વિભાગ દ્વારા આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં NACO એટલે કે નેશનલ એઇડ્સ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિતરણ કરવામાં આવતા કોન્ડોમનો આ જથ્થો હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય વિભાગ જો કે આ કઇ સંસ્થા દ્વારા ફેંકવામાં આવ્યો છે તે અંગે બેચ નંબરના આધારે તપાસ આદરી છે. ટુંક સમયમાં જ સમગ્ર મુદ્દાનો પર્દાફાશ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

MORBI માં ગુનેગારો બની રહ્યા છે બેફામ, ત્રણ દિવસમાં ત્રણ હત્યાથી ચકચાર


વલસાડની ઓરંગા નદીના કિનારે નગરપાલિકાની ડમ્પીંગ સાઇટ પર મોટા પ્રમાણમાં સરકારી કોન્ડોમનો જથ્થો મળી આવ્યાની તસવીરો વાયરલ થઇ હતી. જેના પગલે આોગ્ય વિભાગ પણ દોડતો થયો હતો. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરાયેલી પ્રાથમિક તપાસમાં આ જથ્થો NACO દ્વારા અપાતા કોન્ડોમ હોવાનું બહાર આવ્યું હતું. વલસાડ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે આ જથ્થો પોતાનો હોવાનો ઇન્કાર કર્યો હતો. આ ઉપરાંત આ કોન્ડોમ એક્સપાયર પણ નહી હોવાનું સામે આવ્યું છે. આ તમામ કોન્ડોમ એક્સપાયર 2022 અને 2023માં એક્સપાયર થઇ રહ્યા હતા તેમ છતા પણ કેમ ફેંકી દેવાયા તે ચોંકાવનારો મુદ્દો છે. 


ગૃહમંત્રીની ડાહી ડાહી વાતોને પોલીસ ઘોળીને પી ગઇ, આર્મી જવાન સાથે એટલું ખરાબ વર્તન કે તમારુ લોહી ઉકળી ઉઠશે


વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ કોન્ડોમનો જથ્થો HIV પર કામ કરતી કોઇ સંસ્થા અથવા તો NACO ના હોવાનું માની રહી છે. જેથી તેના બેચ નંબરના આધારે આગળની તપાસ આદરી છે. બુધવારે સવારે વલસાડ ઓરંગા નદીના કિનારે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ હાલ તો આ અંગેની તપાસ ચલાવી રહી છે. ટુંક જ સમયમાં સમગ્ર મુદ્દે તંત્ર દ્વારા ટુંક જ સમયમાં પડદો ઉચકવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube