ગૃહમંત્રીની ડાહી ડાહી વાતોને પોલીસ ઘોળીને પી ગઇ, આર્મી જવાન સાથે એટલું ખરાબ વર્તન કે તમારુ લોહી ઉકળી ઉઠશે

શહેરમાં ટ્રાફિક પોલીસના ગેરવર્તનની વધુ એક ઘટના સામે આવી છે. એક આર્મી જવાન સાથે ઢેબર રોડ પર ગેરવર્તનની ઘટના સામે આવી છે. છેલ્લા એક સપ્તાહમાં રાજકોટ શહેરમાં 5 જેટલી ઘટનાઓ સામે આવી છે. શહેરના ઢેબર રોડ પર નાગાલેન્ડમાં આર્મીમાં ફરજ બજાવતા નિલેશ માઢકને મહિલા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા અલ્કા ટીલાવતે ફડાકા જીકયાનો આક્ષેપ કર્યો છે. નિલેશે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મેં પોલીસ ચેકીંગ દરમિયાન તમામ ડોક્યુમેન્ટ રજૂ કર્યા છતાં મને દંડ ભરાવો પડશે એવું કહેવામાં આવ્યું. 
ગૃહમંત્રીની ડાહી ડાહી વાતોને પોલીસ ઘોળીને પી ગઇ, આર્મી જવાન સાથે એટલું ખરાબ વર્તન કે તમારુ લોહી ઉકળી ઉઠશે

નવનીત લશ્કરી/રાજકોટ : શહેરમાં ટ્રાફિક પોલીસના ગેરવર્તનની વધુ એક ઘટના સામે આવી છે. એક આર્મી જવાન સાથે ઢેબર રોડ પર ગેરવર્તનની ઘટના સામે આવી છે. છેલ્લા એક સપ્તાહમાં રાજકોટ શહેરમાં 5 જેટલી ઘટનાઓ સામે આવી છે. શહેરના ઢેબર રોડ પર નાગાલેન્ડમાં આર્મીમાં ફરજ બજાવતા નિલેશ માઢકને મહિલા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા અલ્કા ટીલાવતે ફડાકા જીકયાનો આક્ષેપ કર્યો છે. નિલેશે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મેં પોલીસ ચેકીંગ દરમિયાન તમામ ડોક્યુમેન્ટ રજૂ કર્યા છતાં મને દંડ ભરાવો પડશે એવું કહેવામાં આવ્યું. 

જોકે મેં પૂછ્યું કે દંડની પહોંચ આપો તો મારી સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું. જ્યારે મેં સમગ્ર મામલે વિડિઓ ઉતારવાનું શરૂ કર્યું તો મારો ફોન ટ્રાફિક પોલીસે આંચકી લઈ મને ફડાકા ઝીંક્યા હતા. ત્યાર બાદ ટ્રાફિક પી.આઇ. એમ.આર. પરમારે મને ફડાકા જીકયા અને મારી સામે ફરજ રુકાવટનો ગુનો દાખલ કરાવ્યો હતો. નિલેષે જ્યારે સામી ફરિયાદ કરવા માટે કહ્યું તો પોલીસે ફરિયાદ ન લીધી ત્યાર બાદ નિલેષે કોર્ટમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

સમગ્ર મામલે પોલીસે પણ ટ્રાફિક પોલીસ કર્મીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. DCP ઝોન 1 પ્રવીણ કુમાર મિણાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ મામલે CCTV જાહેર ન થઈ શકે આ પર્સનલ મેટર છે. બીજી તરફ જ્યારે DCP ને ફરિયાદ શા માટે ન લીધી તે પૂછવામાં આવ્યું. તો જણાવ્યું કે A ડિવિઝન પોલીસે ફરિયાદ શા માટે ન લીધી તે A ડિવિઝન પોલીસને ખબર ત્યાં પૂછો એક પોલીસ અધિકારી ના આ પ્રકારના જવાબ સ્પષ્ટ પણે પોલીસની તરફેણ કરતા હોય તેવું લાગી રહ્યું છે. 

બે દિવસ પહેલા રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રસ્તા પર જતા મુસાફરો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન પોલીસ ન કરે. જોકે ગૃહમંત્રીના નિવેદનને રાજકોટ પોલીસ ઘોળીને પી ગયું છે. એટલા જ માટે શહેરમાં એક સપ્તાહમાં આ પ્રકારની 5 ઘટનાઓ સામે આવી ચૂકી છે. 22 તારીખના રોજ પણ એક મહિલાઓ સાથે શહેરની ગ્રીનલેન્ડ ચોક ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા ગેરવર્તન કરવાની ઘટના સામે આવી હતી. ત્યારે શુ રાજકોટના રાજમાર્ગો પર ફરતા મુસાફરોને રાજકોટ પોલીસ કોઈ માફિયા સમજે છે? અહીં આ સવાલ આંખે ઉડી ને વળગે તેઓ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news