વોટરપાર્કમાં જમતી વખતે સાવધાન, તમારી સાથે પણ થઈ શકે છે આવું
હાલ ગરમીને કારણે રાજ્યોના મોટાભાગના વોટરપાર્કમાં ફૂલ ભીડ હોય છે. ત્યારે રાજકોટ ગ્રીનલીફ વૉટર પાર્કનો એક વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જેમાં પાર્કમાં આવેલી મહિલાઓના એક ગ્રૂપમાં જે થાળી પિરસવામા આવી હતી, તેમાં ગરોળીનું મરેલુ બચ્ચુ આવ્યુ હતુ, જેના બાદ હોબાળો મચ્યો હતો.
રક્ષિત પંડ્યા/રાજકોટ :હાલ ગરમીને કારણે રાજ્યોના મોટાભાગના વોટરપાર્કમાં ફૂલ ભીડ હોય છે. ત્યારે રાજકોટ ગ્રીનલીફ વૉટર પાર્કનો એક વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જેમાં પાર્કમાં આવેલી મહિલાઓના એક ગ્રૂપમાં જે થાળી પિરસવામા આવી હતી, તેમાં ગરોળીનું મરેલુ બચ્ચુ આવ્યુ હતુ, જેના બાદ હોબાળો મચ્યો હતો.
ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓ ખાડે ગઈ, ઈન્જેક્શન આપતા મહિલાના હાથ પર પડ્યું પ્રવાહી
બન્યું એમ હતું કે, 23 જેટલી મહિલાઓ તેમના સંતાનો સાથે જામનગર રોડ પર આવેલ ગ્રીનલીફ વોટરપાર્કમાં આવી હતી. તમામ મહિલાઓએ એકસાથે જમવા માટે ઓર્ડર આપ્યો હતો. ત્યારે એક બાળકના પ્લેટમાંથી તળેલા પાપડની વચ્ચે ગરોળીનું મરેલુ બચ્ચુ મળી આવ્યું હતું. આ બાદ મહિલાઓએ વોટરપાર્કના સંચાલકોને ફરિયાદ કરી હતી અને ભોજનના નાણા પરત આપી દેવા કહ્યું હતું. ત્યારે આ મામલે વોટરપાર્કના સંચાલકો અને મહિલાઓ આમનેસામને આવી ગઈ હતી. તો બીજી તરફ, સંચાલકોએ મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
ચાર્જિંગ સમયે મોબાઈલ વાપરતા હોય તો ચેતી જજો, વડોદરાના યુવક સાથે બન્યો લાલબત્તી સમાન કિસ્સો
તો બીજી તરફ, વોટરપાર્કના મેનેજરે પોતાના બચાવમાં કહ્યું હતું કે, અમારી ત્યાં જમવા માટે ઓપન ડેમ છે. પણ ત્યાં ઉપરના ભાગે થોડુ કવર કરેલું છે. ત્યારે ઉપરથી એક પ્લેટમાં મરેલી ગરોળી પડી હતી. અમારા ફુડમાં ગરોળી હતી જ નહિ. જ્યાંથી ગરોળી પડી, ત્યાં નીચે પાપડ સર્વ થતા હતા. કારણ કે, ફ્રાય પાપડમાં ગરોળી કેવી રીતે આવી શકે. આ જ મહિલા કસ્ટમર્સને ટિકીટ કાઉન્ટર પર પણ રકઝક કરી હતી. ત્યારે મહિલાઓએ વોટરપાર્કની ટિકીટ રિફંડ માંગી હતી. અમારા જમવામાં કોઈ પ્રકારની તકલીફ નથી. તેમ છતાં અમે તેમને સોરી કહીને રિફંડ આપ્યું હતું.
ગુજરાત સરકારની મોટી-મોટી વાતો પણ, આ ગામને 10-15 દિવસે મળે છે પીવાનું પાણી
તો બીજી તરફ, મહિલાઓને વોટરપાર્કની એન્ટ્રી ફી પરત કરી દેતા સંચાલક અને ગ્રાહક વચ્ચે સમાધાન થયું હતું. ઉલ્લેખનીય છે કે, ભીડભાડવાળી જગ્યાઓ પર હંમેશા ખાવાનુ બનાવવામાં ધ્યાન આપવામાં આવતુ નથી. જેને કારણે આવનાર લોકોના હેલ્થ સાથે ચેડા થાય છે.