અજય શિલુ/પોરબંદર : છાંયા નગર પાલિકા વિસ્તારના લોકો માટે આજથી એકાદ વર્ષ પૂર્વે પાલિકાએ મોબાઈલ એપ લોન્ચ કરી હતી.આજના ડીજીટલ યુગમાં લોકોએ પાલિકાને લગતી ફરિયાદો માટે પાલિકાએ રુબરુ જવાને બદલે મોબાઈલ એપ વડે પ્રાથમિક સુવિધા અંગેની ફરિયાદ ઓનલાઇન કરી શકાય તેવા ઉદેશ્ય સાથે એપ શરુ કરવામાં આવી હતી. જો કે માત્ર એક જ વર્ષમાં એપ માત્ર શોભાના ગાઠીયા સમાન બની ગઈ છે. સુવિઘાને બદલે એપ દુવિધા બની ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં દારૂ'ખાના' ની રેલમ છેલ થાય તે પહેલા પોલીસનો દરોડો, એટલો દારૂ પકડાયો કે પોલીસ પણ વિચારતી થઇ


પોરબંદર-છાંયા નગરપાલિકા દ્વારા રસ્તા,કચરો,પાણી, સાફ સફાઇ,સ્ટ્રીટલાઇટ વગેરે જેવી ફરિયાદો એપ્લિકેશન વડે કરી શકાઈ અને તે માટે નાગરીકોએ પાલિકા સુધી ધક્કા ન ખાવા પડે તેવા તેવા હેતુથી 05 ડિસેમ્બર 2020ના રોજ પોરબંદર-છાંયા નગરપાલિકાના સભાખંડ ખાતે "પોરબંદર-છાંયા-311" નામની મોબાઈલ એપ્લિકેશનનુ પોરબંદરના ધારાસભ્યના હસ્તે લોન્ચ કરાય હતી. જે તે વખતના ચીફ ઓફિસર દ્વારા એવુ જણાવવામાં આવ્યુ હતુ કે, આ એપ્લિકેશનમાં જીપીએસ સિસ્ટમ હોવાથી પાલિકાના જે તે વિભાગના કર્મચારીઓઓ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી ફરિયાદનો નિકાલ કરી શકાશે. આ એપ્લિકેશનમાં જ્યારે નાગરીક સ્ટ્રીટ લાઈટ બંધ હોય કે પછી સાફ સફાઈ સહિતની ફરિયાદ કરે ત્યારે તેઓની ફરિયાદના નંબર સહિતની ડિટેઈલ હોય છે.


એક બોટમાં માછલી વધારે આવી જતા ડુબી ગઇ, બીજી બોટમાં જમવાનું બનાવતી વખતે લાગી આગ


જે તે ફરિયાદનો નિકાલ કર્યા બાદ ફરીયાદ રીઝોલ્વ થયાનુ સ્ટેટસ આવતુ હોય છે, પરંતુ છેલ્લા થોડા સમયથી આ એપ માત્ર શોભાના ગાઠીયા સમાન હોય તેમ નાગરીક ફરિયાદ કરે ફરિયાદ બતાવે છે પરંતુ ફરિયાદનો નિકાલ થયા વગર જ ફરિયાદ રીઝોલ્વ થઈ ગયાનુ દેખાડી દેવામાં આવે છે. સામાન્ય નાગરીકને તો આ પ્રકારના અનુભવ થયા જ છે પરંતુ સુધરાઈ સભ્યોએ પણ જણાવ્યુ હતુ કે, આ એપમાં ફરિયાદનો નિકાલ થયા વિનાજ ફરિયાદ નિકાલ થઈ ગયાનુ બતાવી દેવામાં આવે છે. જેથી જ્યા સુધી ફરિયાદનો નિકાલ ન થાય ત્યા સુધી સ્ટેટસ પેન્ડીંગ આવવુ જોઈએ અને તેવી સુધરાઈ સભ્ય દ્વારા માંગ કરવામાં આવી હતી.


GUJARAT CORONA UPDATE: રાજ્યમાં 20 નવા કેસ, 28 દર્દી સાજા થયા, એક નાગરિકનું મોત


પોરબંદર-છાંયા નગરપાલિકા વિસ્તારના લોકોની સુવિધા માટે શરુ કરવામાં આવેલ એપ હાલમાં જે રીતે સુવિધા આપવાને બદલે તેઓની ફરિયાદનો યોગ્ય નિકાલ કરવાને બદલે જે રીતે લોકોને ગુમરાહ કરી રહી છે. તે અંગે ચીફ ઓફિસરને પુછવામાં આવતા ચીફ ઓફિસરે એવુ જણાવ્યુ હતુ કે,આ અંગેની ફરિયાદ મળી છે. જેથી અમો ચોક્કસ આ અંગે ધ્યાન આપીશુ અને એવુ કરીશ કે એપમાં ઓટોમેટીક જવાબદારી ફિક્સ કરી શકાય અને જે તે વિભાગના કર્મચારીઓની લાપરવાહી જણાશે તો તેઓની વિરુદ્ધ કાર્યવાહી કરીશું. આ એપના ડેવલોપર સાથે પણ સંપર્કમાં રહીને આ અંગે કોઈ ટેકનીકલ પ્રશ્ન હશે કે અન્ય કોઈ બેદરકારીના પ્રશ્ન હશે તો તેને પણ સોલ કરીશુ તેવુ ચીફ ઓફિસરે જણાવ્યુ હતુ.


દિવાળીમાં આવ્યા નવી જ પ્રકારનાં ફટાકડા, જો કે ફટાકડા ફોડતી વખતે આટલી સાવચેતી જરૂર રાખો


ડિઝીટલ યુગને ધ્યાને લઈ શહેરીજનો માટે ઉભી કરાયેલ એપની સુવિધા સારી બાબત ગણી શકાય પરંતુ આ એપમાં આવતી ફરિયાદો અંગે પણ જવાબદારો દ્વારા મોનિટરીંગ કરવામાં આવે તે જરુરી છે. કારણ કે જે રીતે હાલમાં ફરિયાદોના નિરાકરણ સાધ્યા વગર જ ફરિયાદ સોલ્વ થઈ ગયાનુ જણાવી દેવામાં આવી રહ્યુ છે. તે અનેક સવાલો ઉભા કરે છે ત્યારે આવી બેદરકારી માટે જે પણ કોઈ જવાબદાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તે જરુરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube