GUJARAT CORONA UPDATE: રાજ્યમાં 20 નવા કેસ, 28 દર્દી સાજા થયા, એક નાગરિકનું મોત

 ગુજરાતમાં આજે કોરોનાના આંકડા આંખ ઉઘાડનારા આવ્યા છે. આજે કોરોનાના નવા 20 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 28 દર્દીઓ સાજા પણ થયા. અત્યાર સુધીમાં કુલ 8,16,311 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો ગુજરાતનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજના દિવસમાં કુલ 3,44,655 ડોઝ એક જ દિવસમાં આપવામાં આવ્યા હતા. 
GUJARAT CORONA UPDATE: રાજ્યમાં 20 નવા કેસ, 28 દર્દી સાજા થયા, એક નાગરિકનું મોત

ગાંધીનગર:  ગુજરાતમાં આજે કોરોનાના આંકડા આંખ ઉઘાડનારા આવ્યા છે. આજે કોરોનાના નવા 20 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 28 દર્દીઓ સાજા પણ થયા. અત્યાર સુધીમાં કુલ 8,16,311 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો ગુજરાતનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજના દિવસમાં કુલ 3,44,655 ડોઝ એક જ દિવસમાં આપવામાં આવ્યા હતા. 

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 196 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 નાગરિકો વેન્ટીલેટર પર છે. 190 નાગરિકો સ્ટેબલ છે. 8,16,311 નાગરિકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10090 નાગરિકોનાં  અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. વલસાડમાં એક નાગરિકનું આજે કોરોનાને કારણે મોત નિપજ્યું હતું. વડોદરા કોર્પોરેશન 6, અમદાવાદ કોર્પોરેશન 3, સુરત કોર્પોરેશન 3, ગાંધીનગર, જુનાગઢ અને નવસારીમાં 2-2 કેસ અને કચ્છ અને વલસાડમાં 1-1 કેસ નોંધાયા હતા. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 12 ને પ્રથમ ડોઝ, 1376 ને બીજો ડોઝ આપવામાં આવ્યા હતા. 45 વર્ષથી વધારેની ઉંમરના 10500 નાગરિકોને રસીનો પ્રથમ અને 76145 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના 32152 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 204470 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે એક જ દિવસમાં કુલ 3,24,655 રસીના ડોઝ એક જ દિવસમાં અપાયા હતા. 71025631 નાગરિકોનું અત્યાર સુધીમાં રસીકરણ થઇ ચુક્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news