મૌલિક ધામેચા/રાજકોટ: દેશની સૌથી મોટી સહકારી સંસ્થા IFFCO ના ચેરમેનની ચૂંટણીમાં દિલીપ સંઘાણીની બિનહરીફ વરણી થઈ છે. ચૂંટાયેલા બોર્ડ ઑફ ડિરેક્ટર્સે સર્વાનુમતે દિલીપ સંઘાણીને અધ્યક્ષ તરીકે ચૂંટ્યા હતા. તેઓ અગાઉ ઉપાધ્યક્ષ તરીકે ફરજ બજાવતા હતા. આ અંગે પ્રતિક્રિયા આપતાં તેમણે જણાવ્યું કે ઈફકો ખેડૂતો અને સહકારી સંસ્થાઓ માટે પ્રતિબદ્ધ છે અને સહકારથી સમૃદ્ધિના દ્રષ્ટિકોણથી ખેડૂતો માટે કામ કરવાનું ચાલુ રાખશે. તેઓ ગુજકોમાસોલના 2017 થી ચેરમેન છે. 11 ઑક્ટોબર 2021 ના ​​રોજ IFFCO ના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ બલવિંદર સિંહ નિકાઈના અવસાન પછી પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી અને તેના માટે સંઘાણીની પસંદગી કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલિપ સંઘાણી IFFCO ના ચેરમેનની ચૂંટણીમાં બિનહરીફ વરણી થયા બાદ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં સામાજિક જવાબદારી નિભાવી છે. જે ખાતર આયાત થતાં હતાં તેનું અહીં ઉત્પાદન કરીશું. IFFCOની જવાબદારી મને ફરીથી સોંપી છે. ઈફ્કો માત્ર ખેડુતો માટે કામ કરતી સંસ્થા નથી. કોરોનાકાળમાં આ સંસ્થાએ ગરીબ લોકોને કિટ પહોંચાડી છે. સામાજીક સંસ્થાઓને પણ મદદ કરી છે. ખેડુતોના હિતમાં 400 કરોડનો લોસ કરીને પણ ખેડુતોને ઓછા ભાવે ખાતર આપ્યુ છે. 


ગુજરાતમાં ત્રણ દિવસ કહેર મચાવશે વરસાદ; આગામી સમયમાં કેવી કૃદરતી આફતો આવશે?


દિલિપ સંઘાણીએ ઉમેર્યું હતું કે, રો મટેરીલયના ભાવ 300 ડોલર હતા. જે આજે 900 ડોલર કરતા વધુ છે. ઈફ્કો દુનિયામાથી કોઈપણ રીતે રો મટીરીયલ લાવી ખેડુતોને ખાતર આપશે. આજે સહકારી સંસ્થાએ 300 કરોડનો નફો કર્યો છે. આવનારા દિવસોમા 10 યુનિટો નવા શરૂ કરીશુ ,સમૃદ્ધિ વધારવા કામ કરીશું. ખાતરની નેનો ટોકનોલોજીથી ખાતરનુ નિકાસ પણ કરીશુ. 


ગુજરાતમાં કોરોનાએ પીક પકડી; અગાઉની બંને લહેરની તુલનાએ આજે રેકોર્ડબ્રેક કેસ, મોત વધ્યાં


IFFCOના 17મા પ્રમુખ તરીકે ચૂંટાયેલા સંઘાણીએ જણાવ્યું હતું કે IFFCO ખેડૂતો અને સહકારી સંસ્થાઓના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘સહકાર સે સમૃદ્ધિ’ના વિઝનને અનુસરીને ખેડૂતો માટે કામ કરવાનું ચાલુ રાખશે. IFFCO ભારતીય ખેડૂતોને વાજબી ભાવે ખાતર આપે છે. દેશના યુરિયા માર્કેટમાં તેનો હિસ્સો લગભગ 30% છે. તે દેશની સૌથી મોટી ખાતર બનાવતી કંપની છે. આ સમિતિ 1970ના દાયકાની હરિયાળી ક્રાંતિથી લઈને 2000ના દાયકામાં ગ્રામીણ મોબાઈલ સંચાર ક્રાંતિ સુધી ખેડૂતોને મદદ કરી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube