ગૌરવ પટેલ/ગાંધીનગર :ગુજરાતમાં હાલ એલઆરડી ભરતી મુદ્દો વકર્યો છે. એક વર્ગની માંગ છે કે 1-8-18નો પરિપત્ર રદ કરાવમા આવે અને બીજા વર્ગની માંગ છે કે ન તો રદ કરવામાં આવે ન તો તેમાં સુધારો કરવામાં આવે. આ વચ્ચે ગઈકાલે સરકારે આ પરિપત્રમાં સુધારો કરવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે સરકારની આ નવી જાહેરાતથઈ બિનઅનામત વર્ગની નારાજગી સામે આવી છે. આ મામલે પાસના નેતા દિનેશ બાંભણીયાએ આજથી અન્નજળ ત્યાગની જાહેરાત કરી છે. દિનેશ બાંભણિયા તેમજ બિન અનામત વર્ગની કેટલીક મહિલાઓ આજથી જ ઉપવાસ આંદોલન કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘અમે બે મરવા જઈએ.... પરણાવતા નથી ને...’ કહીને કમર પર દુપટ્ટો બાંધી યુગલ કેનાલમાં કૂદ્યું


પત્રકાર પરિષદમાં દિનેશ બાંભણિયાએ કહ્યું કે, 1 ઓગસ્ટ ૨૦૧૮નો પરિપત્ર અમારો બંધારણીય અધિકાર છે. એની સાથે કોઇ બાંધછોડ નહિ થાય. ત્યારે તેની વિરુદ્ધમાં ગુજરાતમાં જલદ કાર્યક્રમ આપવામાં આવશે. આજે કલેક્ટરને રજૂઆત કરીશું. સરકાર પરિપત્રમાં કોઇપણ ફેરબદલ કરે એમાં બિન અનામત વર્ગને વિશ્વાસમાં લે. સરકાર એક તરફી નિર્ણય લેવા જઈ રહી છે, ત્યારે અમે કાયદાકીય લડાઇ લડીશું. મુખ્યમંત્રીને મળીને રજુઆત કરવામાં આવશે. એલઆરડી ભરતીમાં માત્ર બિન અનામત વર્ગના લોકોને જ ઓર્ડર આપવામાં આવ્યા નથી. જો સરકાર અમારી વાત નહિ માને તો આજથી ઉપવાસ છાવણી પર આંદોલનની શરૂઆત કરીશું. અમે અમારી સાથે થયેલા ભેદ ભાવને સાંખી લઇશું નહી.