ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત સરકાર (gujarat government) દ્વારા સરકારી ભરતી અંગે મોટી જાહેરાત કરી છે. રાજ્યમાં સરકારી નોકરીમાં ભરતી માટે પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે તેવી તમામ જગ્યાઓ સહિત 8000 જગ્યાઓ માટે નિમણૂંક પત્ર તાત્કાલિક આપવાના સ્પષ્ટ આદેશ કરાયા છે. 8 હજાર જગ્યાઓ પર સરકારી નોકરીના નિમણૂંક પત્રો આપવાની રાજ્ય સરકારની જાહેરાત પર શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના દિનેશ બાંભણિયાએ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકાર બંધબારણે આવી જાહેરાત ન કરે 
તેઓએ કહ્યું કે, સરકાર અમારી સાથે વાતચીત કરીને ઉકેલ લાવે. સરકારની નીતિમાં ખોટ ન હોય તો બંધબારણે આવી રીતે જાહેરાત ન કરે. વિદ્યાર્થી સંગઠન અને આગેવાન સાથે જાહેરાત કરે. અમારી બહેનોને માનસિક ટોર્ચર કરવામાં આવ્યું છે. 780 જેટલા વિદ્યાર્થીઓને અટકાયત કરવામાં આવી છે. તે તમામ યુવકોને મુક્ત કરવામાં આવે. પીજીમાં રહેતા અમારા યુવકોને ઉઠાવવામાં આવી રહ્યાં છે. ડરપોક અને ડરતી સરકાર ક્યારેય ગુજરાતનું ભવિષ્ય સારું ન કરી શકે. અમારી સાથે વાત કરીને પ્રશ્નનો ઉકેલ લાવે. આજે ગામ જાગે તે પહેલા સરકારી ભરતીની જાહેરાત કરી દીધી. આગામી સમયમાં અનેક ચૂંટણી આવી રહી છે, તેથી આવી જાહેરાત કરી છે. અમને રસ્તા પર અને બગીચામાં અમારી માંગણી કરવા દો. અમારી અટકાયત કરવામાં આવે છે. કાયદાના રક્ષણ સાથે વિદ્યાર્થીઓની માંગણી યોગ્ય પ્લેટફોર્મ સાથે પહોંચાડવી છે. 


આ પણ વાંચો : સરકારી ભરતી અંગે ગુજરાત સરકારની અત્યાર સુધીની સૌથી મોટી જાહેરાત  


તેમણે વધુમાં કહ્યું કે, રાજકીય પક્ષો જે મેળાવડા કરી રહ્યાં છે, રાજકીય રાજગરબા કરી રહ્યાં છે, જે રેલીઓ કરી રહ્યાં છે તે સામે જે અધિકારી કાર્યવાહી કરશે તેવા અધિકારીને અમારી સમિતિ દ્વારા 50 હજારનું ઈનામ આપીશું. સરકારની રમત લાખો પરિવાર ભોગવી રહ્યાં છે. તમે જ્યાં કહેશો ત્યાં અમે બેસવા તૈયાર છીએ, પણ અમને રજૂઆત કરવા જગ્યા આપો. અંગ્રેજોએ પણ ગાંધીજીને બેસવા જગ્યા આપી, તેથી તમે અંગ્રેજો કરતા ક્રુર ન બનો.  



ચૂંટણી સમયે સરકાર લોલીપોપ જેવી જાહેરાત કરે છે - દિનેશ બાંબણિયા 
દિનેશ બાંભણિયાએ સરકારની જાહેરાત વિશે કહ્યું કે, અમે વાતચીત કરવા તૈયાર છીએ, જેના બાદ અમે તમે જાહેરાતોનો સ્વીકાર કરીશું. ગુજરાત સરકાર દર વર્ષે ચૂંટણીના સમયે અથવા આંદોલન ઉભા થાય ત્યારે લોલીપોપ જેવી જાહેરાત કરે છે. પાંચ પાંચ વર્ષથી અમે નોકરી માંગી રહ્યાં છીએ. પહેલા અમારી સાથે વાતચીત કરવામાં આવે. અમારા આગેવાનોને ધરપકડમાંથી છોડવામાં આવે. રાત્રે બાર વાગ્યે વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે. જો સરકારની નીતી સાચી હોય તો પહેલા અમારી સાથે વાત કરો. 2015 અને 2016ની પરીક્ષાની નિમણૂંકોની અમારી માંગ છે. અમે પરીક્ષાની તારીખ માંગી રહ્યા છે, જે જાહેરાત કરતા નથી. આ જાહેરાત અમને કોઈ સંજોગોમાં મંજૂર નથી. નિમણૂંક પત્રોની તારીખ પણ આપવામાં આવી નથી. ક્યારે આપશે તે કહેતા નથી. 


આ પણ વાંચો : લોકડાઉનમાં ફી માંગીને શરમ નેવે મૂકતી ખાનગી શાળાઓ કંઈક શીખે આ સરકારી શાળા પાસેથી.... 


ઉલ્લેખનીય છે કે, 1-8-18 નો પરિપત્ર રદ કરાયા બાદ ગુજરાત સરકારે જાહેરાત કરી કે, ભરતી (government jobs) માટે જાહેરાત થઈ ગઈ છે, પરંતુ પરીક્ષાની પક્રિયા બાકી છે તેવી જગ્યાઓ માટે કોવિડની સ્થિતિ સામાન્ય બાદ આગળની પ્રક્રિયા કરવા સૂચના અપાઈ છે. આગામી પાંચ મહિનામાં રાજ્યના 20 હજારથી વધુ યુવાનોને નોકરીની વ્યાપક તકો મળશે. સરકારી વિભાગોમાં રોજગારીની નવી તકો મળશે. ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ છે તેના નિમણૂંક પત્રો તાત્કાલિક આપવામાં આવશે. આમ, ભરતી પ્રક્રિયાને લઈને જે પ્રશ્નો હતા તેના પર પૂર્ણવિરામ મૂકાશે.