સરકારી ભરતી અંગે ગુજરાત સરકારની અત્યાર સુધીની સૌથી મોટી જાહેરાત

ગુજરાત સરકાર દ્વારા સરકારી ભરતી અંગે મોટી જાહેરાત કરી છે. રાજ્યમાં સરકારી નોકરીમાં ભરતી માટે પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે તેવી તમામ જગ્યાઓ સહિત 8000 જગ્યાઓ માટે નિમણૂંક પત્ર આપવાના સ્પષ્ટ આદેશ કરાયા છે. 

સરકારી ભરતી અંગે ગુજરાત સરકારની અત્યાર સુધીની સૌથી મોટી જાહેરાત

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત સરકાર (gujarat government) દ્વારા સરકારી ભરતી અંગે મોટી જાહેરાત કરી છે. રાજ્યમાં સરકારી નોકરીમાં ભરતી માટે પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે તેવી તમામ જગ્યાઓ સહિત 8000 જગ્યાઓ માટે નિમણૂંક પત્ર તાત્કાલિક આપવાના સ્પષ્ટ આદેશ કરાયા છે. 1-8-18 નો પરિપત્ર રદ કરાયા બાદ ગુજરાત સરકારે જાહેરાત કરી કે, ભરતી (government jobs) માટે જાહેરાત થઈ ગઈ છે, પરંતુ પરીક્ષાની પક્રિયા બાકી છે તેવી જગ્યાઓ માટે કોવિડની સ્થિતિ સામાન્ય બાદ આગળની પ્રક્રિયા કરવા સૂચના અપાઈ છે. આગામી પાંચ મહિનામાં રાજ્યના 20 હજારથી વધુ યુવાનોને નોકરીની વ્યાપક તકો મળશે. સરકારી વિભાગોમાં રોજગારીની નવી તકો મળશે. ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ છે તેના નિમણૂંક પત્રો તાત્કાલિક આપવામાં આવશે. આમ, ભરતી પ્રક્રિયાને લઈને જે પ્રશ્નો હતા તેના પર પૂર્ણવિરામ મૂકાશે.

8000 જેટલી જગ્યાઓ પર નિમણૂંક અપાશે. બાકીની સરકારી નોકરીઓ પર ભરતી પ્રક્રિયા પર કામગીરી કોરોનાકાળ બાદ શરૂ કરાશે. આમ, રાજ્યમાં 20 હજારથી વધુ યુવાનોને સરકારી નોકરીની તક મળશે. સાથે જ સરકારી નોકરી માટે તૈયારીઓ કરનારા યુવક-યુવતીઓ હવે પોતાની તૈયારીઓ વેગવંતી બનાવી શકશે. રાજ્યના વિવિધ વિભાગમાં છેલ્લા ચાર વર્ષોમાં સવા લાખ ભરતી કરાઈ છે. અટકેલી સરકારી નોકરીની ભરતી હવે તાત્કાલિક કરાશે. કોરોનાની સ્થિતિ સામાન્ય થયા બાદ પરીક્ષાઓ લેવામાં આવશે.

હાઈકોર્ટ દ્વારા 1-8-18નો પરિપત્ર રદ કરાયા બાદ ગુજરાત હાઈકોર્ટે પણ આ પરિપત્ર રદ કર્યો હતો. જેના બાદ નવો પરિપત્ર પણ બહાર કાઢ્યો છે. નવા પરિપત્રમાં સ્પષ્ટ કર્યું છે કે, ભરતી કેવી રીતે કરવી. તેની યોજના બનાવી છે. 

હાઈકોર્ટે વિવાદિત પરિપત્ર કર્યો હતો રદ 
1-8-18 નો સરકારનો જે વિવાદિત પરિપત્ર હતો તે તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા સ્પષ્ટ નિર્દેશ અપાયા હતા છે કે 33 ટકા અનામત જ મહિલાઓને આપવાનું છે. તે 33 ટકામાં જ એસટી, એસસી, સામાજીક પછાત સહિતની તમામ મહિલાઓનો સમાવેશ કરવાનો છે. સમગ્ર પ્રક્રિયા પુર્ણ કરવા માટે 7 સ્ટેપની માર્ગદર્શીકા પણ સરકારને આપી હતી. આગામી તમામ ભરતી પ્રક્રિયાઓમાં આ સ્ટેપ અનુસાર જ ભરતી કરવા માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા છે. હાઇકોર્ટે ઉદાહરણ તરીકે સમજાવ્યું કે, જેમાં ઉદાહરણ અપાયું હતું કે, 100 જગ્યા પર ભરતી થવાની હોય તો તેમાં જનરલ કેટેગરીની 17 મહિલા માટે અનામત, 100 બેઠકમાં SC કેટેગરીની 4 મહિલા માટે અનામત, ST કેટેગરી માટે 6 મહિલા અનામત, પછાત વર્ગની 7 મહિલા માટે અનામત રાખવા માટે જણાવ્યું છે. આ ફોર્મ્યુલાથી દરેક ભરતી કરવા માટે નિર્દેશ અપાયા છે. 

ચૂંટણી સમયે સરકાર લોલીપોપ જેવી જાહેરાત કરે છે - દિનેશ બાંબણિયા 
દિનેશ બાંભણિયાએ સરકારની જાહેરાત વિશે કહ્યું કે, અમે વાતચીત કરવા તૈયાર છીએ, જેના બાદ અમે તમે જાહેરાતોનો સ્વીકાર કરીશું. ગુજરાત સરકાર દર વર્ષે ચૂંટણીના સમયે અથવા આંદોલન ઉભા થાય ત્યારે લોલીપોપ જેવી જાહેરાત કરે છે. પાંચ પાંચ વર્ષથી અમે નોકરી માંગી રહ્યાં છીએ. પહેલા અમારી સાથે વાતચીત કરવામાં આવે. અમારા આગેવાનોને ધરપકડમાંથી છોડવામાં આવે. રાત્રે બાર વાગ્યે વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે. જો સરકારની નીતી સાચી હોય તો પહેલા અમારી સાથે વાત કરો. 2015 અને 2016ની પરીક્ષાની નિમણૂંકોની અમારી માંગ છે. અમે પરીક્ષાની તારીખ માંગી રહ્યા છે, જે જાહેરાત કરતા નથી. આ જાહેરાત અમને કોઈ સંજોગોમાં મંજૂર નથી. નિમણૂંક પત્રોની તારીખ પણ આપવામાં આવી નથી. ક્યારે આપશે તે કહેતા નથી. 

વધુ સમાચાર માટે વાંચતા રહો.... 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news