બ્રિજેશ દોશી/ગાંધીનગર :NCUIના ચેરમેન પદે દિલીપ સંઘાણીની બિનહરિફ વરણી થયા બાદ આજે અમદાવાદ પહોંચ્યા છે. જ્યાં ભાજપ અને સહકારી સંસ્થાના આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું. નેશનલ કોઓપરેટીવ યુનિયન ઓફ ઇન્ડિયાના 18 ડાયરેક્ટરની ચૂંટણી યોજાઈ હતી. જેમાં દિલીપ સંઘાણી (dilip sanghani) સહિત 16 સભ્યો બિનહરીફ ચૂંટાયા છે. દિલીપ સંઘાણીએ આ વિશે કહ્યું કે, સહકારી ક્ષેત્રે દેશભરમાં એક સમાન કાયદા બને તે મારી પ્રાથમિકતા રહેશે. પ્રધાનમંત્રી મોદીએ ફોન કરીને વ્યક્તિગત શુભેચ્છાઓ પાઠવી છે. પહેલીવાર આ રાષ્ટ્રીય સહકારી સંસ્થાના ચેરમેન પદે ભાજપના કાર્યકરની નિયુક્તિ થઈ છે જે ખૂબ મોટી વાત છે. કેન્દ્ર સરકારની યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાના લક્ષ્યાંક સાથે કામ કરશે તેવો તેમણે દાવો કર્યો હતો. મહિલાઓ, ખેડૂતોને સહકારી મંડળીઓથી સૌથી વધુ લાભ મળે તેવુ આયોજન કરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વની વાત છે કે, NCUI એ દેશની સહકારી સંસ્થાઓની સર્વોચ્ચ સંસ્થા છે, જેના ચેરમેન પદે પહેલીવાર ભાજપના નેતાની વરણી થઈ છે. નેશનલ કો-ઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયાની સ્થાપના 1929માં થઈ હતી. સંસ્થાની સ્થાપના વખતે સંસ્થાનું નામ ઓલ ઇન્ડિયા કો-ઓપરેટીવ ઇન્સ્ટિટ્યૂટ એસોસિએશન હતું, ત્યારબાદ 1961માં સંસ્થાનુ નામ બદલી નેશનલ કો-ઓપરેટીવ યુનિયન ઓફ ઇન્ડીયા રાખવામાં આવ્યું હતું. 


આ સંસ્થાની મુખ્ય કામગીરીમાં દેશમાં સહકારી પ્રવૃત્તિને વેગ આપવો, આંતરરાષ્ટ્રીય સહકારી પ્રવૃતિ વધારવી. હાલ દેશની સ્ટેટ અને મલ્ટી સ્ટેટ લેવલની 242 સંસ્થા NCUIની મેમ્બર્સ છે. કુલ 8 લાખથી વધુ સહકારી મંડળીઓની મુખ્ય સંસ્થા છે. દેશની તમામ સહકારી સંસ્થાઓ NCUI હેઠળ કામ કરે છે. ભારતની સર્વોચ્ચ સહકારી સંસ્થા નેશનલ કો-ઓપરેટીવ યુનિયન ઓફ ઇન્ડિયા (NCUI)ના ચેરમેનની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ગુજરાત ભાજપના નેતા અને દેશના સહકારી અગ્રણી દિલીપ સંઘાણીની ચેરમેન પદે બિનહરિફ વરણી થઈ છે. 


નેશનલ કો-ઓપરેટીવ યુનિયન ઓફ ઇન્ડિયાના 18 ડાયરેક્ટરની ચૂંટણી યોજાઇ હતી. જેમાં દિલીપભાઈ સંઘાણી સહિત 16 ડાયરેક્ટરો બિનહરિફ ચૂંટાઈ આવ્યા છે. હાલમાં દિલીપ સંઘાણી ઇફકોના વાઇસ ચેરમેન તથા ગુજકોમાશોલના ચેરમેન પદે સેવા આપી રહયા છે. આ અગાઉ તેઓ ચાર ટર્મ સાંસદ, ત્રણ ટર્મ ધારાસભ્ય, બે વખત ગુજરાત સરકારમાં મંત્રી તેમજ નાફસ્કોબના ચેરમેન અને નાફેડના વાઇસ ચેરમેન તરીકે પણ રહી ચૂક્યા છે.