અલકેશ રાવ/બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના ખેડૂતો બટાટાનું વાવેતર કરે છે જોકે બટાટામાં પાછળ કેટલાય વર્ષોથી મંદી આવતા ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ તરફ વળ્યા છે. જોકે કોન્ટ્રાકટ ફાર્મિંગ કરાવતી કંપનીઓ ખેડૂતોનું શોષણ ન કરે તે માટે ખેડૂતોના હિત માટે પોટેટો ફાર્મર એસોસિએશનની રચના કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દિવસે ભગવાન પડખું ફેરવે છે! જાણો આજના દિવસનું શું છે મહત્વ? ગમે તેવા પાપ નાશ પામે


જોકે હાઈફન નામની કંપની ખેડૂતોને અન્ય કંપની કરતા ઓછા ભાવ આપતા તેમજ બટાટાના વજન અને પ્રોસેસિંગ પ્રક્રિયામાં ખેડૂતોને ઓછા ભાવ આપીને પરેશાન કરતા અમીરગઢના ઇકબાલગઢના ખાનગી કોલ્ડસ્ટોરેજમાં 700થી વધુ ખેડૂતોએ એકઠા થઇ કંપનીને સબક શીખવાડવાની અને તેનો બહિષ્કાર કરવાની રણનીતિ ઘડી હતી. જોકે ખેડૂતો કોઈ નિર્ણય કરે તે પહેલાં જ ખેડૂતોનો રોષ જોઈ હાઈફન કંપનીએ ખેડૂતો સામે ઝૂકી પડી અને ખેડૂતોની તમામ શરતો સ્વીકારવાની ખેડૂતોનું કોર કમિટીને જાણ કરતા ખેડૂતોનો વિજય થયો હતો.


હવે 35 રૂપિયામાં પહોંચો ગાંધીનગર! નહીં ટ્રાફિકની ઝંઝટ કે નહીં કોઈ મગજમારી, જાણો વિગત


બનાસકાંઠામાં બટાટા નગરી તરીકે ઓળખાતો ડીસા પંથકમાં સૌથી વધુ બટાટાનું વાવેતર થાય છે તો ડીસા સહિત વડગામ,અમીરગઢ અને પાલનપુર પંથકના મોટાભાગના ખેડૂતો પાછલા કેટલાય વર્ષોથી 150 થી વધુ જાતના બટાટાનું વાવેતર કરી રહ્યા છે જેમાં મુખ્યત્વે પોખરાજ, કુકરી,બાદશાહ,મનાલી જેવી અલગ-અલગ જાતોના બટાટાનું વાવેતર કરી રહ્યા છે, જોકે બટાટાની અંદર સતત તેજી મંદી આવતા અને ખેડૂતોને વારંવાર નુકશાન ભોગવવું પડતું હોવાથી જિલ્લાના મોટાભાગના ખેડૂતો કોન્ટ્રાકટ ફાર્મિંગ તરફ વળ્યા છે અને બટાટાનું વાવેતર કરાવતી હાઇફન,મક્કન,સિમ્પલોટ,એટોપ, ફનવે,પેપિજો,મેકપટેલ,ઇસ્કોન બાલાજી,ફાલ્કન જેવી અલગ-અલગ કંપનીઓ પાસેથી બટાટાનું બિયારણ લઈને બટાટા ઉત્પાદન કરીને તેમને પરત આપી રહ્યા છે. 


જીવતા નોસ્ટ્રાડેમસની ભવિષ્યવાણીઓ પડી સાચી! એથોસ સલોમનો દાવો હજુ વધુ જોખમો


જોકે કોન્ટ્રાકટ ફાર્મિંગ કરાવતી કંપનીઓ ખેડુતોને અલગ અલગ વેરાયટી પ્રમાણે પ્રતિ મણે 270 થી 281 રૂપિયાનો ભાવ આપી રહી છે જોકે કોન્ટ્રાકટ ફાર્મિંગ કરાવતી કંપનીઓ ખેડૂતોનું શોષણ ન કરે તે માટે બનાસકાંઠામાં છેલ્લા 3 વર્ષથી બટાટા ફાર્મર એસોસિએશન દ્વારા એક કોર કમિટીની રચના કરાઈ છે જે કોર કમિટી ખેડૂતો વતી કંપની સાથે મળીને દર વર્ષે બટાટાના ભાવ નક્કી કરતી હોય છે તેમજ ખેડૂતો વિવિધ સમસ્યાઓને લઈને કંપની સામે લડત લડે છે..જોકે આ વર્ષે કોન્ટ્રાકટ ફાર્મિંગ કરતી વિવિધ કંપનીઓ ખેડૂતોને વિવિધ વેરાયટી પ્રમાણે બટાટાના પ્રતિ મણે 270 થી 281 રૂપિયાનો ભાવ આપી રહી છે. 


VIDEO: છોકરીએ કાકાની ઉંમરના પુરુષને બતાવ્યો 'પતિ' ! અરે તને કોઈ ના મળ્યું..


હાઈફન કંપનીએ પોતાની તાનશાહી શરૂ કરીને ખેડૂતોને પ્રતિ મણે અન્ય કંપની કરતા 19થી 20 રૂપિયા ઓછા આપતા તેમજ ખેડૂતો કંપનીને બટાટા પરત આપતી વખતે બટાટાના વજન અને પ્રોસેસિંગ પ્રક્રિયા વખતે ખેડૂતોને હેરાન પરેશાન કરતા હોવાથી ખેડૂતો હાઈફન કંપનીના તાનશાહી વલણ સામે રોષ ભરાયા હતા જેને લઈને પોટેટો ફાર્મર એસોસિએશન દ્વારા હાઈફન કંપનીને સબક શીખવાડવા માટે અને ખેડૂતો કંપનીનો બહિષ્કાર કરે તે માટે અમીરગઢના ઇકબાલગઢના ખાનગી કોલ્ડસ્ટોરેજ ઉપર ખેડુતોની બેઠક બોલાવી હતી જેમાં 700 જેટલા ખેડૂતો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા જોકે રોષે ભરાયેલા ખેડૂતોને હાઈફન કંપનીનો વિરોધ કરીને તેનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો. 


420 KM દૂર અંતરિક્ષમાં કઈ વાત પર દુ:ખી થઈ સુનિતા વિલિયમ્સ? ક્યારે પાછા ફર


જોકે ખેડૂતોનો આક્રોશ જોઈને આઇફન કંપનીએ ઝુકીને ખેડૂતોની કોર કમિટીનો સંપર્ક કરીને ખેડૂતોની તમામ માંગો સ્વીકારવાની મૌખિક બાંહેધરી આપી ખેડૂતોને અન્ય કંપની જેટલા જ ભાવ આપવાની ખાતરી આપી હતી.જેને લઈને ખેડૂતોની એકતાનો વિજય થયો હતો.