અમદાવાદઃ અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. આજે નવા 249 કેસ નોંધાવાની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 3026 પર પહોંચી ગઈ છે. આ બધા વચ્ચે એક સારા સમાચાર પણ આવ્યા છે. એસવીપી હોસ્પિટલમાંથી એક સાથે 40 કરતા વધુ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એસવીપીમાંથી 40થી વધુ દર્દી ડિસ્ચાર્જ
અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં કોરોના વાયરસની સારવાર લઈ રહેલાં 40 કરતા વધુ દર્દીઓને આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધી કુલ 313 લોકો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ચુક્યા છે. 


અમદાવાદમાં 2551 એક્ટિવ કેસ
અમદાવાદમાં અત્યાર સુધી કોરોના વાયરસના 3026 કેસ નોંધાયા છે. જેમાંથી હાલ 2551 એક્ટિવ કેસ છે. 35 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 2516 સંક્રમિતો સ્ટેબલ છે. તો અત્યાર સુધી 149 લોકોના મૃત્યુ થયા છે. 


અમદાવાદ સિવિલમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા કોરોના દર્દીઓને અપાશે હર્બલ-ટી


અમાવાદમાં ઝોન વાઇસ એક્ટિવ કેસની સંખ્યા
મધ્ય ઝોન - 1084
ઉત્તર ઝોન - 257
દક્ષિણ પશ્ચિમ ઝોન- 57
પશ્ચિમ ઝોન - 229
ઉત્તર પશ્ચિમ ઝોન - 58
પૂર્વ ઝોન - 205
દક્ષિણ ઝોન - 661


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર