અમદાવાદ : 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર સમગ્ર દેશની નજર છે. આ ચૂંટણીના ચૂંટણીના પરિણામોના 20 દિવસ પહેલા જ દેશનું સૌથી મોટું ઝી ન્યૂઝ નેટવર્ક ગુજરાત ચૂંટણી પર સૌથી મોટો શો અને સૌથી મોટી ચર્ચા લઈને આવ્યું છે.  ગેમ ઓફ ગુજરાત (Game of Gujarat)ની આ ચર્ચામાં 50થી વધુ રાજકીય દિગ્ગજો ભાગ લઈ રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ટોક શોના પાંચમા સેશનમાં કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા તેમજ કેન્દ્રિય રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલા સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ સેશનમાં પોતાનો પક્ષ રજૂ કરતા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે 'ગુજરાતમાં એક તરફ ધનબળ છે અને બીજ તરફ જનબળ. જીએસટીના કારણે સુરતમાં કપડાંના વેપારીઓને ભારે નુકસાન થયું છે. જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો જીએસટીમાં 18 ટકાથી વધારે ટેક્સ નહીં લાગે. જીએસટીનું બંધારણ અને ડિઝાઇન બંને અયોગ્ય છે અને અમે જીએસટીમાં આમૂલ પરિવર્તન લાવીશું જેથી સામાન્ય લોકોને રાહત મળે. જો 2019માં અમારી સરકાર બનશે તો અમે જીએસટીમાં સુધારો લાવીશું.'


ગુજરાતમાં કોંગ્રેસ કેટલી સીટ જીતી શકશે એવા સવાલના જવાબમાં રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે 'અમે અમારું કર્મ કરીશું. ગુજરાતની જનતા કોની સરકાર બનશે એ નક્કી કરશે. વિકાસ હંમેશા કોંગ્રેસની પ્રાથમિકતા રહી છે અને આ સતત ચાલતી રહેનારી પ્રક્રિયા છે. પહેલાં દેશના અનેક વિસ્તારોમાં વિજળી અને રસ્તા નહોતા પણ હવે સ્થિતિ બદલી રહી છે. મને લાગે છે રૂપાલાજીને સત્તાનો અહંકાર આવી ગયો છે.'


ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલા વિકાસ વિશે વાત કરતા પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું છે કે 'અમે ગુજરાતમાં જે કર્યું છે એ દેશને બતાવી રહ્યા છીએ. જીએસટીના મામલે તો કોંગ્રેસના મુખ્યપ્રધાનોએ પણ સંમતિ આપી હતી. હકીકતમાં મોદી સરકારે પચાસ હજાર કરોડ રૂ.ની ફાળવણી એટલે કરી હતી જેથી કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલી યોજનાઓને ન્યાય આપી શકાય. આખા દેશમાં દવાની દુકાન જ એવી જગ્યા હતી જ્યાં ભાવતાલ નહોતો થતો પણ પીએમ મોદીના રાજમાં તો 100 રૂ.ની દવા 20 રૂ.માં મળી રહી છે. જે હાર્ટ સ્ટેન્ટ માટે લાખો રૂ. ખર્ચવા પડતા હતા તે હવે માત્ર 28 હજાર રૂ.માં મળી રહ્યું છે. આમ, ગુજરાતનો અને દેશનો વિકાસ બીજેપીના પ્રયાસોને જ આભારી છે.'