સમીર બલોચ/અરવલ્લી: જિલ્લામાં સતત બદલાતા વાતાવરણને પગલે કેપ્સિકમ મરચાના પાકમાં રોગનો ઉપદ્રવ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વારંવાર દવાના છંટકાવ બાદ પણ રોગ ઉપર નિયંત્રણ નહિ આવતા ખેડૂતો લાચાર બની તંત્ર પાસે યોગ્ય માર્ગદર્શનની આશા રાખી પોતાનો પાક બચાવવા મથામણ કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સગીર સાળીને જોઈ બનેવીની દાનત બગડી! 6 મહિનામાં 4 વખત શરીરસુખ માણ્યું, પછી સાસુએ...


પાક કેપ્સિકમ મરચાનો છે, જે ધીમે ધીમે રોગ આવતા નષ્ટ થઇ રહ્યો છે. ત્યારે આ પાકમાં આવેલા રોગે ખેડૂતોની ચિંતા વધારી છે. અરવલ્લી જિલ્લામાં રવિ સીઝનમાં ખેડૂતોએ જિલ્લાની 30 હજાર હેક્ટર જમીનમાં બાગાયતી પાક શાકભાજીનું વાવેતર કર્યું છે. જેમાં સુધી વધુ કેપ્સિકમ મરચાંનું વાવેતર થયું છે.


અનંત-રાધિકાના લગ્ન; ગુજરાતના આ શહેરમાં 3 દિવસ ચાલશે પ્રી વેડિંગ સેલિબ્રેશન


વાવેતર બાદ પાક તૈયાર થઇ ગયો છે. તેવામાં સતત બદલાતા વાતાવરણને પગલે પાકમાં થિપ્સ અને કથીરી નામનો વાયરસ લાગતા પાક સુકાઈ જઈ નષ્ટ થઇ રહ્યો છે. જેથી ઉત્પાદન ઓછું થઇ રહ્યું છે. જેના કારણે ખેડૂતોને આ વખતે કેપ્સિકમ મરચાના પાકમાં નુકશાન સહન કરવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.


વિરાટ અને યશસ્વીની થશે વાપસી આવી હોઈ શકે છે બીજી ટી20માં ભારતની પ્લેઈંગ ઈલેવન


જિલ્લામાં ખેડૂતોએ એક વીઘા દીઠ 30 થી 50 હજાર ખર્ચ કરી કેપ્સિકમ મરચાનું વાવેતર કર્યું હતું. બીજી તરફ કેટલાક ખેડૂતો રોજિંદી ખેતી છોડી સારા ઉત્પાદન અને વળતરની આશાએ બાગાયત ખેતી તરફ વળ્યાં છે. તેવામાં પ્રથમ વખતમાંજ ખેડૂતોને આ પ્રકારના રોગે નુકશાન કરાવતા ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે. ખેડૂતો પાકને બચાવવા દવાનો છઁટ્કાવ પણ કરી રહયા છે, પરંતુ દવાના છંટકાવ બાદ પણ આ રોગ કાબુમાં નહિ આવતા ખેડૂતો લાચાર બન્યા છે અને બાગાયત વિભાગ પાસે યોગ્ય માર્ગદર્શન મળે તેવી આશા રાખી બેઠા છે.


Pics: બહુ ઓછા લોકોને ખબર હશે ગુજરાતના આ બીચ વિશે! લક્ષદ્વીપ જતા પહેલા ચોક્કસ જજો