સમીર બલોચ/અરવલ્લી: રાજ્યમાં મહિલાઓ અને બાળકીઓ પર બળાત્કારની ઘટનાઓ વધતી જઈ રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં ચાર વર્ષની બાળકી ઉપર દુસ્કર્મની ધૃણાસ્પદ ઘટના સામે આવી છે. ત્યારે પોલીસે સમગ્ર મામલે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ફરી એકવાર મોસમે કરવટ બદલી! આ જિલ્લાઓમાં ઘટાટોપ વાદળો ફાટશે, થશે જળબંબાકાર


અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકમાં આવેલા સાઠંબા પોલીસ સ્ટેશનમાં ચાર વર્ષની બાળકી ઉપર પોતાનાજ અબંધીએ દુસ્કર્મ કર્યું હોવાની ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે આ મામલે પોલીસે પોસ્કો અને દુસ્કર્મનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાને સેશન્સ કોર્ટે આપી મોટી રાહત, 6 મહિનાની સજા માફ


ચાર વર્ષની બાળકી પોતાના ઘરમાં રમી રહી હતી ત્યારે પોતાનાજ સબંધી 76 વર્ષીય વૃદ્ધે લલચાવી ફોસલાવી ખેતરમાં લઇ જવાઈ હતી અને ત્યારબાદ આ નરાધમ વૃદ્ધ દ્વારા બાળકી ઉપર દુસ્કર્મ આચરાયું હતું. દરમિયાનમાં એક રાહદારી આ વૃદ્ધનુ અભદ્ર કૃત્ય જોઈ જતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.


સગીરા પર દુષ્કર્મ: ગેનીબેને કહ્યું; બાળકી પર દુષ્કર્મ થયું તે ગેસ્ટહાઉસ અમરત માળી..'


રોષે ભરાયેલા લોકોએ આ વૃદ્ધને મેથીપાક ચખાડ્યો હતો અને બાળકીને આ નરાધમ પાસેથી છોડાવી સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાઈ હતી જ્યારે આરોપી વૃદ્ધને પોલીસે પકડી સાંઠંબા પોલીસ મથકમાં ફરિયાદ નોંધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.