અમદાવાદઃ કિન્નરો અનેક જગ્યાએ પૈસા માંગીને લોકોને આશીર્વાદ આપતા હોય છે. કોઈ જગ્યાએ સારો પ્રસંગ હોય તો કિન્નરો પહોંચી જતા હોય છે અને આશીર્વાદ આપી પૈસા લેતા હોય છે. પરંતુ ક્યારેક કિન્નરોની દાદાગીરીની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. આવી એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. આ સમાચાર એટલા ચોંકાવનારા છે કે તમે કિન્નરને જોઈને જ દૂર ભાગી જશો. અમદાવાદમાં બનેલી આ ઘટના સમાજ માટે ચેતવણીરૂપ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે સમગ્ર ઘટના
અમદાવાદમાં કિન્નરની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. કિન્નરના આશીર્વાદમાં માનતા લોકો માટે આ કિસ્સો ચેતવણી સમાન છે. અમદાવાદમાં એક ફરસાણની દુકાનમાં કિન્નર પહોંચી હતી. ત્યારે વેપારીએ દક્ષિણાના રૂપમાં 100 રૂપિયા આપ્યા હતા. પરંતુ 100 રૂપિયાની નોટ જોતા કિન્નર એટલો ગુસ્સે થઈ ગયો હતો. કિન્નરે દુકાનમાં વેપારી અને ગ્રાહકોની સામે પોતાના કપડા કાઢી નાખ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube