ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસમાં અસંતોષનું ભૂત ફરી ધુણ્યું, અનેક મોટા માથાઓ સામે પૈસા લઇને ટિકિટ ફાળવાયાનો આક્ષેપ
* પ્રભારી રાજીવ સાતવને પત્ર લખીને રૂપિયા લેવાનો કર્યો આક્ષેપ
* કોંગ્રેસના કાર્યકર્તાએ પ્રભારી ને પત્ર લખી કર્યા સનસનીખેજ આક્ષેપ
* અનિલ રાજપૂત નામના કાર્યકરે પ્રભારી રાજીવ સાતવ ને લખ્યો પત્ર
* ધારાસભ્ય હિમ્મતસિંહ સામે પણ રૂપિયા લઈ ટિકિટ વેચવાના આક્ષેપ
* અમદાવાદ મનપા ની ટિકિટ 3 થી 8 લાખમાં વેચાઈ હોવાનો પત્ર માં દાવો
ગૌરવ પટેલ/અમદાવાદ : સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજકીય ક્ષેત્રે કાવાદાવા શરૂ થઇ ગયા છે. ખાસ કરીને પોતાનાં પક્ષવાદ અને તડાઓના કારણે પ્રખ્યાત કોંગ્રેસમાં ફરી એકવાર તડાઓ સામે આવી ચુક્યા છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવને પત્ર લખીને સનસનીખેજ આરોપો લગાવવામાં આવ્યા છે. જેમાં અનિલ રાજપૂત નામના કાર્યકર્તા દ્વારા પત્ર લખીને ચોંકાવનારા દાવાઓ કરવામાં આવ્યા છે. આ પત્રના કારણે હાલ તો સમગ્ર કોંગ્રેસ સહિત સમગ્ર રાજકીય વર્તુળોમાં ચકચાર મચી ગઇ છે.
સ્થાનિક ચૂંટણી અંગે આજના મહત્વના સમાચાર : બંને પક્ષે ‘કહી ખુશી કહી ગમ’ જેવો માહોલ
કોંગ્રેસના કાર્યકર્તા અનિલ રાજપુતે રાજીવ સાતવને લખેલા પત્રમાં જણાવ્યું કે, ધારાસભ્ય હિંમત સિંહ દ્વારા પૈસા લઇને ટિકિટ આપવામાં આવી છે. હિંમત સિંહ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક ટિકિટ રૂપિયા 3થી5 લાખ રૂપિયા લઇને ટિકિટ વેચવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત આ કામમાં તેઓ શશીકાંત પટેલ દ્વારા પણ ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. હાલ આ આરોપોને કારણે કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે. કાર્યકર્તાઓમાં પણ ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
કોના છે આ હાથી? બનાસકાંઠામાં અચાનક આવી ચઢેલા 4 હાથીઓએ કુતૂહલ સર્જ્યું
રાજીવન સાતવનાં પ્રોટોકેલ મંત્રી દ્વારા રેકી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સ્થાનિક કાર્યકર્તાઓમાં પણ ખુબ જ અસંતોષ હોવાની વાત પણ કરી હતી. આ ઉપરાંત જે યોગ્ય ઉમેદવારોને ટિકિટ મળી નથી. જેના કારણે કોંગ્રેસને આ ચૂંટણીમાં ઘણુ ભોગવવું પડી શકે છે. આ ઉપરાંત સ્થાનિક રીતે જોડાયેાલ ઉમેદવારોને ટિકિટ નહી મળવાનાં કારણે કાર્યકર્તાઓમાં પણ ખુબ જ રોષ જોવા મળી રહ્યો છે. જેથી ઝડપી ડેમેજ કંટ્રોલ કરવામાં નહી આવે તો પક્ષને ખુબ મોટુ નુકસાન થાય તેવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
જો કે આ પત્ર વાયરલ થયાની ગણત્રીની મિનિટોમાં અનિલ રાજપૂત દ્વારા સ્પષ્ટતા કરતો બીજો એક વીડિયો વાયરલ થઇ હતો. જેનાં તેણે જણાવ્યું કે, હું વર્ષોથી કોલેજ કાળથી કોંગ્રેસ સાથે સંકળાયેલો છું. મારા નામે હિંમત સિંહ વિરુદ્ધનો એક પત્ર વાયરલ થઇ રહ્યો છે. જે પાયાવિહોણો છે. તેમાં કોઇ જ પ્રકારનું તથ્ય છે નહી. હું વિનંતી કરૂ છું કે આ પત્ર વાયરલ કરનારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube