સ્થાનિક ચૂંટણી અંગે આજના મહત્વના સમાચાર : બંને પક્ષે ‘કહી ખુશી કહી ગમ’ જેવો માહોલ
ભાજપના ટિકિટ માટેના માપદંડથી 'કહી ખુશી કહી ગમ' જેવો માહોલ જોવા મળ્યો છે. કેટલાક સિનિયર કોર્પોરેટરની નારાજગી સામે આવી રહી છે. ટિકિટ અંગેના ભાજપ (BJP) ના નિર્ણયથી કેટલા સિનિયર કોર્પોરેટરો નારાજ થયા છે. અમદાવાદના પૂર્વ મેયર અમિત શાહે કહ્યું કે, કેટલાક સિનિયર કોર્પોરેટર જરૂરી અને મારા પુત્રનો એટલો વાંક કે એ મારો પુત્ર છે. તો મયુર દવેએ કહ્યું, આ નિર્ણયથી કેટલાક વોર્ડમાં ભાજપને નુકસાન થશે. ત્યારે 3 વાગ્યા સુધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Polls) ના ભાજપ અને કોંગ્રેસ પક્ષ (congress) ના મહત્વના અપડેટ્સ જાણી લો.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ભાજપના ટિકિટ માટેના માપદંડથી 'કહી ખુશી કહી ગમ' જેવો માહોલ જોવા મળ્યો છે. કેટલાક સિનિયર કોર્પોરેટરની નારાજગી સામે આવી રહી છે. ટિકિટ અંગેના ભાજપ (BJP) ના નિર્ણયથી કેટલા સિનિયર કોર્પોરેટરો નારાજ થયા છે. અમદાવાદના પૂર્વ મેયર અમિત શાહે કહ્યું કે, કેટલાક સિનિયર કોર્પોરેટર જરૂરી અને મારા પુત્રનો એટલો વાંક કે એ મારો પુત્ર છે. તો મયુર દવેએ કહ્યું, આ નિર્ણયથી કેટલાક વોર્ડમાં ભાજપને નુકસાન થશે. ત્યારે 3 વાગ્યા સુધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Polls) ના ભાજપ અને કોંગ્રેસ પક્ષ (congress) ના મહત્વના અપડેટ્સ જાણી લો.
ભાજપના નવા નિયમ સામે કોર્પોરેટર મયુર દવેની નારાજગી
પૂર્વ મેયર અમિત શાહ બાદ હવે ખાડિયાના સિનિયર કોર્પોરેટર મયુર દવેની નારાજગી સામે આવી છે. મયુર દવેએ પોતાની નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, આ નિર્ણયથી કેટલાક વોર્ડમાં ભાજપને નુકસાન થશે, કેટલાક વોર્ડમાં આખી પેનલ સાફ થઈ જશે. તેથી પક્ષે ફેર વિચારણા કરવી જોઈએ. આશા છે કે અપવાદરૂપ કિસ્સામાં શીર્ષ નેતાઓ ફેરબદલ કરશે. પક્ષના આ નિર્ણયથી કેટલાય વોર્ડમાં રાજકીય સમીકરણો સંપૂર્ણ બદલાઇ જશે. વહીવટમાં સિનિયરોની ઉપસ્થિતિ અત્યંત જરૂરી છે. નવા કોર્પોરેટરોને અધિકારીઓ ગાંઠશે નહિ. ભૂતકાળમાં સિનિયર કોર્પોરેટરોના ફોન પણ અધિકારીઓએ બ્લોક કરી દીધા હતા. જોકે, પક્ષનો નિર્ણય શિરોમાન્ય છે. પક્ષે મને અત્યાર સુધી ઘણું આપ્યું છે.
આ પણ વાંચો : ચૂંટણી પહેલા અમિત શાહનું મોટું નિવેદન, મારા પુત્રનો વાંક એ છે કે એ મારો દીકરો છે...
ભાજપે લિગલ સેલ એક્ટિવ કર્યું
સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈને ભાજપે પોતાનું લિગલ સેલ એક્ટિવ કર્યું છે. વોર્ડ દીઠ 2 એડવોકેટને જવાબદારી સોંપવામાં આવી છે. 6 મનપા સહિત તાલુકા તથા જિલ્લા પંચાયત માટે 500 વકીલોની ટીમ તૈયાર કરાઈ છે. ઝોન વાઇસ લિગલ સેલની બેઠક પૂર્ણ થઈ છે. ભાજપના ઉમેદવારોના ફોર્મ ભરવામાં કોઈ ચૂક ના થાય એ માટે ખાસ સૂચના અપાઈ છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન લિગલ સેલ દ્વારા નક્કી કરાયેલા ઉમેદવાર સાથે વકીલની ટીમ સ્ટેન્ડ બાય રહેશે. કોઈ પણ ટેક્નિકલ અથવા કાયદાકીય કારણોસર ઉમેદવારનું ફોર્મ રદ ના થાય એવી પક્ષ દ્વારા લિગલ સેલને ખાસ સૂચના અપાઈ છે. ભાજપના નવા નિયમો પ્રમાણે અનેક નવા ચેહરા આ વખતે ફોર્મ ભરી શકે છે. તેથી તેઓને ગાઈડન્સની જરૂર રહેશે. આ ઉમેદાવરોને કોઈ કાયદાકીય ગૂંચ ના આવે એ માટે લિગલ સેલને એક્ટિવ કરાયું છે.
આજ સાંજ સુધીમાં કોંગ્રેસ 50 ટકા નામ જાહેર કરશે
અમદાવાદ મહાનગર પાલિકાના ઉમેદવારની પસંદગી માટે કોંગ્રેસની મથામણ હજી ચાલી રહી છે. આજે સાંજ સુધીમાં 50 ટકા નામોની જાહેરાતની શક્યતા છે. નિરીક્ષકોએ 75 ટકાથી વધુ ઉમેદવારોની યાદી સોંપી દીધી છે. પ્રદેશ અધ્યક્ષ ઉમેદવારોના નામ પર મહોર મારશે. બાકીના ઉમેદવારો માટે આવતીકાલે ફરી બેઠક મળશે. 4 ફેબ્રુઆરી સુધી તમામ મનપાની બીજી યાદી જાહેર થશે. ઉમેદવારો માટે હાલ કોંગ્રેસની ગુપ્ત સ્થળે બેઠક ચાલી રહી છે.
મતગણતરીની તારીખ બદલવા પર હાઈકોર્ટમાં સુનવણી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની મતગણતરી એક જ દિવસે થવી જોઇએ તેવી માંગણી સાથે હાઇકોર્ટમાં પિટિશન કરાઈ છે. જને પગલે હાઈકોર્ટે કેસને પ્રાથમિક રીતે સ્વીકારતા ઇલેક્શન કમિશન અને રાજ્ય સરકારને નોટિસ ઇશ્યુ કરી છે. ચૂંટણી પંચ અને રાજ્ય સરકાર જે પણ જવાબ રજૂ કરવા માંગતા હોય તે સોગંદનામા પર 6 ફેબ્રુઆરી સુધીમાં કોર્ટમાં રજુ કરે તેવો હાઈકોર્ટ દ્વારા હુકમ કરાયો છે. ત્યારે આ વિશે વધુ સુનવણી 9 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે.
ફ્લેશ સાથેના જાજરુ વિશે ચૂંટણી પંચની સ્પષ્ટતા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માગતા ઉમેદવારના ઘરે ફ્લશ જાજરૂ નહીં હોય તો ફોર્મ રદ થશે... ચૂંટણીપંચના આ નિયમમાં ફ્લશ જાજરૂ અંગે રાજ્ય ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે ફ્લશ જાજરૂનો મતલબ ઈટાલિયન સ્ટાઈલનું ટોયલેટ એવો નથી થતો. ઘરમાં સાદું ટોઈલેટ હશે તે ઉમેદવાર પણ ચૂંટણી લડવા માટે માન્ય ગણાશે. ગુજરાતમાં વર્ષ 2015થી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી માટે પોતાના ઘરે શૌચાલય હોવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ચૂંટણી આયોગે 350થી વધુ ચૂંટણી અધિકારીઓને 25 જાન્યુઆરીએ પત્ર લખીને ‘ફ્લેશ જાજરૂ’ ન હોય તે વ્યક્તિની ઉમેદવારી કે ચૂંટાયા પછી સભ્યપદ રદ કરવા સંદર્ભે નિર્દેશો આપ્યા હતા. આ મુદ્દે હવે ઉમેદવારી ફોર્મ ભરવા, ચકાસણી સહિતની પ્રક્રિયાઓના તબક્કામાં અર્થઘટન સંદર્ભે વાદ- વિવાદ ન થાય તે ઉદ્દેશ્યથી સ્પષ્ટીકરણ સાથે ચૂંટણી અધિકારીઓને પત્ર મોકલવામાં આવ્યો છે. રાજ્ય ચૂંટણી આયોગે સ્પષ્ટતા કરી છે કે ઉમેદવારના ઘરમાં 'ફ્લશ જાજરૂ' નહીં પરંતુ પાણીની સુવિધા સાથે દરવાજાવાળું શૌચાલય એટલે કે 'પાણીબંધ જાજરૂ' એવી કાયદાની મૂળ વ્યાખ્યા કરવી.
મોરબીમાં ખોટી યાદી વાયરલ થઈ
મોરબી નગરપાલિકાના ભાજપના ઉમેદવારોની ખોટી યાદી વાયરલ થઈ છે. યાદી અંગે ભાજપ શહેર પ્રમુખ અને મહામંત્રીએ સ્પષ્ટતા કરી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ યાદી ખોટી છે તેવું મહામંત્રીએ જણાવ્યું. તેમણે કહ્યું કે, યાદીમાં દર્શાવેલા નામ ખોટા છે. હાલ દાવેદારોના નામ અંગે ચર્ચા ચાલી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે