કિરણસિંહ ગોહીલ/બારડોલી : બારડોલી નાગરિક સહકારી બેન્ક દ્વારા આત્મનિર્ભર યોજના લોન સહાય અંતર્ગત 20 લાભાર્થીઓને રાજ્યના કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારના હસ્તે ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. બારડોલી તેમજ આજુબાજુના વિસ્તારમાં નાના જરૂરિયાત મંદોથી વ્યાપાર, ધંધો અને ઉદ્યોગોને આર્થિક પીઠબળ પૂરું પાડી લોકોમાં એક આગવી છાપ ધરાવતી ધી બારડોલી નાગરિક સહકારી બેંક દ્વારા આત્મનિર્ભર યોજના અંતર્ગત લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. ત્યારે કોરોનાની મહામારીના લોકડાઉન દરમિયાન રોજી રોટી બંધ થતાં સામાન્ય લોકોના માથે આફત આભ તૂટી પડ્યો હતો તેવા સંજોગે સરકારની 1 લાખની આત્મનિર્ભર સહાય યોજના સામાન્ય નાના માણસોને લાભ મળતા તેઓએ પણ સરકારનો આભાર માન્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામાં જમીન વિવાદને લઇ ભાજપ કોર્પોરેટર ફરી આવ્યા વિવાદમાં


ભાજપ સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના હેઠળ બારડોલી વિસ્તારના વિવિધ 560 જેટલા અરજદારોએ અરજી કરી છે ત્યારે બારડોલીમાં લાભાર્થીઓને સરકારની યોજનાનો લાભ આપવાની શરૂઆત ધી બારડોલી નાગરિક સહકારી બેંકે કરી હતી. 20 જેટલા આત્મ નિર્ભર લોનના લાભાર્થીઓને ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વર પરમારે ચેક વિતરણ કર્યા હતા, તો બીજી તરફ બેંકના ચેરમેન દ્વારા બિન સભાસદ જરૂરિયાતમંદને પણ આત્મનિર્ભર લોન પુરી પાડવાની બાંહેધરી આપી હતી.


અમદાવાદ શહેરમાં કિન્નરોની દાદાગીરી, મહિલા પાસેથી દક્ષિણાના નામે વારંવાર પૈસા પડાવતા પોલીસ ફરિયાદ


આત્મનિર્ભર યોજના અંતર્ગત 20 લોકોને ચેક વિતરણ કરવામાં આવ્યા જેમાં રીક્ષા ચાલકો, રસોઈયા, ફેરિયાઓ તેમજ નાના દુકાનદારો સમાવેશ કરવામાં આવ્યો હતો , અને સામાન્ય વ્યક્તિને લોકડાઉન બાદ પુનઃ બેઠા કરવાનો પ્રયાસ કરાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના કારણે વેપારીઓની કમર ભાંગી ગઇ છે. જેના કારણે સરકાર દ્વારા તેને ફરી બેઠા કરવા માટેનું આયોજન ચાલી રહ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube