ઝી બ્યૂરો/ગોંડલ: ભલે ગોંડલ પંથકમાં ખેડૂતો દ્રાક્ષનું વાવેતર કરતા નથી તેમ છતા ગુજરાતમાં નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડના શાકભાજી અને ફ્રુટ માર્કેટ યાર્ડમાં મીઠી મધુર દ્રાક્ષની અઢળક આવક જોવા મળીને છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચા સાથે ભૂલેચૂકે આ 6 વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ, સ્વાસ્થ્ય માટે ઝેર જેવી


ગોંડલ શાકભાજી અને ફ્રુટ માર્કેટ યાર્ડમાં રોજીંદી 7થી 8 ટ્રક દ્રાક્ષની આવક જોવા મળી છે.દ્રાક્ષની ખેતી મોટા ભાગે મહારાષ્ટ્રના નાસિક પંથકમાં થાય છે. ત્યારે ગોંડલ ફ્રુટ માર્કેટ યાર્ડમાં મહારાષ્ટ્રના નાસિક, સોલાપુર, સાંગલી, પીપળગાવ, ખેડગાવ, ભંડરપુર સહિત સેન્ટરોમાંથી દ્રાક્ષની આવક થાય છે. જેમને લઈને યાર્ડ મીઠી મધુર દ્રાક્ષનું પીઠું બનવા પામ્યું છે.


અમદાવાદ, સુરત, વડોદરા નહીં આ શહેરની હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો, રહેજો સાવધાન


ગોંડલ ફ્રુટ માર્કેટ યાર્ડમાં હરાજીમાં દ્રાક્ષના દસ કિલોના ભાવ રૂપિયા 400 થી લઈને 800 સુધીના બોલાઈ રહ્યા છે.ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાંથી સૌરાષ્ટ્રના ઘણા સેન્ટરોમાં દ્રાક્ષની સપ્લાય કરવામાં આવી રહી છે.


વાહ દીકરી વાહ : તૃષાએ બનાસકાંઠાનું નામ ગુંજતું કર્યું, કેન્સર પીડિતો માટે વાળ આપ્યા