અરબી સમુદ્રના માર્ગે સંકટ બનીને આવી રહેલું ‘મહા’ ગુજરાત તરફ વળ્યું, દીવના તમામ બીચ બંધ કરાયા
અરબી સમુદ્રના માર્ગે સંકટ બનીને આવી રહેલું મહા વાવાઝોડું (maha cyclone) આખરે ગુજરાત તરફ વળી ગયું છે. પરંતુ થોડા રાહતના સમાચાર એ છે કે, વાવાઝોડાની તીવ્રતા સામાન્ય ઓછી થઈ છે. ગુજરાત કાંઠે આવતા સુધીમાં વધુ નબળું પડશે. 7 નવેમ્બરે સવારે ગુજરાત કાંઠે આ વાવાઝોડું ટકરાશે. તો 6 નવેમ્બરે ગીર-સોમનાથ, આણંદ, જૂનાગઢ, દીવ ,અમરેલી, ભાવનગર, બોટાદ, સુરત, ભરૂચ, રાજકોટ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 7 નવેમ્બરે ભરૂચ, વડોદરા, આણંદ, સુરતમાં વરસાદ થશે. આ સમયે પવનની ગતિ 70 થી 80 કિમિ પ્રતિ કલાકની રહેશે. જોકે, 8 તારીખ સુધીમાં વાવાઝોડું વધુ નબળું પડી જશે.
અમદાવાદ :અરબી સમુદ્રના માર્ગે સંકટ બનીને આવી રહેલું મહા વાવાઝોડું (maha cyclone) આખરે ગુજરાત તરફ વળી ગયું છે. પરંતુ થોડા રાહતના સમાચાર એ છે કે, વાવાઝોડાની તીવ્રતા સામાન્ય ઓછી થઈ છે. ગુજરાત કાંઠે આવતા સુધીમાં વધુ નબળું પડશે. 7 નવેમ્બરે સવારે ગુજરાત કાંઠે આ વાવાઝોડું ટકરાશે. તો 6 નવેમ્બરે ગીર-સોમનાથ, આણંદ, જૂનાગઢ, દીવ ,અમરેલી, ભાવનગર, બોટાદ, સુરત, ભરૂચ, રાજકોટ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 7 નવેમ્બરે ભરૂચ, વડોદરા, આણંદ, સુરતમાં વરસાદ થશે. આ સમયે પવનની ગતિ 70 થી 80 કિમિ પ્રતિ કલાકની રહેશે. જોકે, 8 તારીખ સુધીમાં વાવાઝોડું વધુ નબળું પડી જશે.
Maha Cycloneના લેટેસ્ટ અપડેટ : જાણો ગુજરાતથી હાલ કેટલું દૂર છે?
દીવના તમામ બીચ બંધ કરાયા
મહા વાવાઝોડાની દહેશત વચ્ચે દીવના તમામ બીચ બંધ કરાયા છે. પ્રવાસીઓને બીચ પર જવા પર પ્રતિબંધ મૂકાયો છે. દીવના તમામ બીચ પર પોલીસ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહી છે. વિશ્વ વિખ્યાત દીવના નાગવા બીચને પણ બંધ કરાયો છે. પોલીસે નાગવા બીચ પરથી પ્રવાસીઓને હટાવ્યા છે. એક તરફ વેકેશનનો માહોલ છે, જેથી પ્રવાસીઓ ઉભરાયા છે. તો બીજી તરફ નાગવા બીચ બંધ કરાયા મુસાફરો દુખીદુખી જણાયા હતા.
દલા તલવાડીની વાડી બની વડોદરા પાલિકા, મોબાઈલ બાદ ભાજપના સત્તાધીશોને હવે નવી કાર ખરીદવી છે
હાર્દિક પટેલની રૂપાણી સરકારને ચીમકી, ‘7 દિવસમાં પાક વીમો નહિ આપો તો ખેડૂત આંદોલન થશે’
તીથલ બીચ પણ બંધ કરાયો
મહા વાવાઝોડાને પગલે વલસાડ વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. વલસાડ જિલ્લાના 10 જેટલા દરિયા કાંઠાના ગામોને અસર થશે. એનડીઆરએફ અને ડિઝાસ્ટર દ્વારા 10 જેટલા ગામોનું નિરીક્ષણ કરાશે. ડિઝાસ્ટર વિભાગે પોલીસને સાથે રાખીને વલસાડ જિલ્લાના દરિયા કાંઠાના ગામોમાં નિરીક્ષણ કર્યું હતું. જેમાં તિથલ દરિયે પણ ટીમોએ નિરીક્ષણ કર્યું. બપોરે 2 વાગ્યાથી વલસાડ તિથલ બીચ સેહલાણીઓ માટે 2 દિવસ સુધી બંધ કરવામાં આવશે.
બ્રેકિંગ : જયંતી ભાનુશાળી કેસની મુખ્ય સૂત્રધાર મનીષા ગોસ્વામી તેના સાગરિત સાથે પકડાઈ
ભાવનગરમાં એનડીઆરએફની 8 ટીમ સ્ટેન્ડબાય
મહા વાવાઝોડાને લઈને ભાવનગરમાં 60 થી 70 કિમીની ઝડપે પવન ફૂંકવાની સંભાવના છે. તંત્ર દ્વારા તમામ અધિકારીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. ત્યારે ભાવનગર જિલ્લાના દરિયાકિનારાના 42 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. 8 ટીમો આ 42 ગામો પાર સતત સ્ટેન્ડ બાય રહેશે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :