પ્રજાના રૂપિયે તાગડધિન્ના, દોઢ વર્ષ જૂની કાર વડોદરાના મેયરને જૂની લાગી, હવે નવી ખરીદવા નીકળ્યાં

વારંવાર વિવાદમાં આવેલી વડોદરા કોર્પોરેશન ફરી એક વખત વિવાદમાં આવી છે. કારણ કે કોર્પોરેશન દ્વારા મેયર અને ડેપ્યુટી મેયર માટે પ્રજાના રૂપિયે નવીનક્કોર કાર ખરીદવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં પસાર કરવામાં આવી છે. હજી તો મેયર અને ડેપ્યુટી મેયરે વિવાદિત ઍપલ ફોન જમા નથી કરાવ્યા ત્યારે તેમને હવે નવી કાર ખરીદવાનો ચસ્કો લાગ્યો છે. જેના કારણે મોટો વિવાદ થયો છે. 
પ્રજાના રૂપિયે તાગડધિન્ના, દોઢ વર્ષ જૂની કાર વડોદરાના મેયરને જૂની લાગી, હવે નવી ખરીદવા નીકળ્યાં

રવિ અગ્રવાલ/વડોદરા :વારંવાર વિવાદમાં આવેલી વડોદરા કોર્પોરેશન ફરી એક વખત વિવાદમાં આવી છે. કારણ કે કોર્પોરેશન દ્વારા મેયર અને ડેપ્યુટી મેયર માટે પ્રજાના રૂપિયે નવીનક્કોર કાર ખરીદવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં પસાર કરવામાં આવી છે. હજી તો મેયર અને ડેપ્યુટી મેયરે વિવાદિત ઍપલ ફોન જમા નથી કરાવ્યા ત્યારે તેમને હવે નવી કાર ખરીદવાનો ચસ્કો લાગ્યો છે. જેના કારણે મોટો વિવાદ થયો છે. 

હાર્દિક પટેલની રૂપાણી સરકારને ચીમકી, ‘7 દિવસમાં પાક વીમો નહિ આપો તો ખેડૂત આંદોલન થશે’

વડોદરા કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ સારી નથી. તેમ છતાં પણ કોર્પોરેશનના હોદ્દેદારોને પ્રજાના પૈસે તાગડધિન્ના કરવાની આદત પડી ગઈ છે. સ્ટેન્ડિંગ કમિટીમાં વડોદરાના મેયર અને ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણ માટે નવી કાર ખરીદવા માટેની 36 લાખની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે અને કાર ખરીદવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. મહત્વની વાત છે કે મેયર માત્ર દોઢ વર્ષ પહેલાં જ ખરીદાયેલી કાર વાપરી રહ્યાં છે. તેમ છતાં હવે તેઓને નવી કાર ખરીદવાનો ચસ્કો લાગ્યો છે. 

પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીમાં ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણ માટે નવી કાર ખરીદવાની દરખાસ્ત પસાર કરાઈ હતી. આવામાં મેયરને ખરાબ લાગ્યું કે, માત્ર ડેપ્યુટી મેયર માટે નવી કાર કેમ મારે પણ નવી કાર જોઈએ છે. જેથી પાછળથી મેયર માટે પણ કાર ખરીદવાની દરખાસ્ત લાવવામાં આવી, જેને સર્વાનુમતે પાસ પણ કરી દેવાઈ. ત્યારે હવે પ્રજાના પૈસે 36 લાખના ખર્ચે બંને હોદ્દેદારો માટે કાર ખરીદાશે. ડેપ્યુટી મેયર કહી રહ્યાં છે કે, એમની કારને 5 વર્ષ થયાં છે અને 2 લાખ કિલોમીટરથી વધુ ચાલી છે. જેથી કાર વારંવાર ખરાબ થઈ જતી હોવાથી નવી કાર ખરીદવું જરૂરી બન્યું છે. ડેપ્યુટી મેયરની દલીલ વ્યાજબી લાગે છે. પરંતુ જ્યારે મેયર માટે કેમ કાર ખરીદવું જરૂરી લાગ્યું તે પ્રશ્નના જવાબમાં ડેપ્યુટી મેયરે ‘મને કાઈ ખબર નથી...’ તેમ કહી હાથ અધ્ધર કરી નાંખ્યા. 

કાર ખરીદવા સામે કેટલાક સવાલો ઉઠે છે 

  • 2014માં પાલિકાએ ડેપ્યુટી મેયર, ચેરમેન અને વિપક્ષ નેતા માટે કાર ખરીદી હતી, તો માત્ર ડેપ્યુટી મેયર ને જ કેમ કાર બદલવી છે? 
  • શું વિપક્ષ નેતા અને ચેરમેનની કાર જૂની નહિ થઈ હોય?
  • પ્રજાના પૈસે કાર ખરીદવાનો શોખ કેમ જાગ્યો?  
  • પ્રજા મોજશોખ માટે ટેક્સ ચૂકવે છે કે સારો વહીવટ ચલાવવા માટે? 

દોઢ વર્ષ પહેલાં કાર કેમ બદલવાની જરૂર પડી તે સવાલ જ્યારે મેયર જિગીષાબેન શેઠને કર્યો ત્યારે તેઓએ ખૂબ હાસ્યાસ્પદ જવાબ આપ્યો. મેયરનું કહેવું છે કે, કાર વરસાદી પાણીમાં ફસાઈ જવાના કારણે ખરાબ થઈ ગઈ છે. વારંવાર રસ્તાની વચ્ચે બંધ થઈ જાય છે. જેથી નવી કાર ખરીદવાની માંગ કરી છે. પ્રજાની સેવા કરવા માટે સારી કારની જરૂર છે. જેથી નવી કાર ખરીદવીએ પ્રજાના રૂપિયાનો વ્યય નથી. 

તો કોંગ્રેસના કોર્પોરેટર ફરીદ કટપીસે ભાજપના હોદ્દેદારો પર પ્રહાર કરતા કહ્યું કે, કોર્પોરેશન ચલાવવા માટે પાલિકાને પોતાના પ્લોટ વેચવાની નોબત આવી છે. આવામાં સત્તાધીશો પ્રજાની સેવા કરવાના બદલે જલસા કરવા માંગે છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news