અમદાવાદ :જમ્મુ-કાશ્મીરને 31 ઓક્ટોબરના રોજ એક જ રાજ્યમાંથી બે કેન્દ્રશાસિત પ્રદેશો (union territory) માં વિભાજિત કરવામાં આવ્યા હતા અને હવે દેશની બે યુનિયિન ટેરિટરીઝને એક કરવાની તૈયારી ચાલી રહી છે. કેન્દ્ર સરકારે મંગળવારે દેશના પશ્ચિમ હિસ્સામાં વસેલ દમણ (Daman) - દીવ (Diu) અને દાદરાનગર હવેલી (dadra and nagar haveli) ને એક કરીને તેને એક કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનું બિલ લોકસભા (LokSabha) માં રજૂ કર્યું. સંસદના બંને સદનોમાંથી આ બિલને મંજૂરી મળ્યા બાદ હવે અસ્તિત્વમાં આવનાર નવા કેન્દ્ર શાસિત પ્રદેશનું નામ બદલાઈ જશે. કદાચ તેમના નામ દાદર અને નગર હવેલી તથા દમ તથા દીવ હશે. કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી જી. કિશન રેડ્ડીએ બિલને ગૃહમાં રજૂ કર્યું હતું. ત્યારે અહીં વર્તમાન પ્રશાસક પ્રફુલ પટેલ પાસે જવાબદારી રહે તેવી શક્યતા છે.


ટેક્સી ડ્રાઈવરની સૂઝબૂઝની દાદ દેવી પડે, સોશિયલ મીડિયા પર ફોટો જોઈને અપહરણ થતી બાળકીને બચાવી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંને કેન્દ્રશાસિત પ્રદેશોને એક કરવાનું આ બિલ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી.કિશન રેડ્ડીએ રજૂ કર્યું હતું. કેન્દ્ર સરકારનું કહેવુ છે કે, દેશના પશ્ચિમ કિનારે વસેલ બંને ટાપુઓને એક કરવાથી મેનેજમેન્ટ વધુ સારુ કરી કરશે. બંને કેન્દ્રશાસિત પ્રદેશઓની વચ્ચે માત્ર 35 કિલોમીટરનું અંતર છે, પરંતુ બંને માટે અલગ અલગ બજેટ તૈયાર થાય છે. દમણ અને દીવમાં બે જિલ્લા છે, જ્યારે કે દાદરાનગર હવેલીમાં એક જિલ્લો છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube