ટેક્સી ડ્રાઈવરની સૂઝબૂઝની દાદ દેવી પડે, સોશિયલ મીડિયા પર ફોટો જોઈને અપહરણ થતી બાળકીને બચાવી
સુરત (Surat) ના વરાછામાં ગઈકાલે અપહરણ કરાયેલી બાળકી ગણતરીના કલાકોમાં મળી આવી હતી. એક માનસિક અસ્થિર મહિલા બાળકીને ઉપાડીને (Abduction) લઈ ગઈ હતી તેવું સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તો બીજી તરફ, ભૂંસાવળ (Bhusawal) ના એક ટેક્સી ડ્રાઈવરને કારણે પોલીસ બાળકી સુધી પહોંચી શકી હતી. સોશિયલ મીડિયા (Social Media) પર મેસેજ જોયા બાદ તેની નજર મહિલા પર પડી હતી. આમ, બાળકી મળી આવી હતી.
Trending Photos
સુરત :સુરત (Surat) ના વરાછામાં ગઈકાલે અપહરણ કરાયેલી બાળકી ગણતરીના કલાકોમાં મળી આવી હતી. એક માનસિક અસ્થિર મહિલા બાળકીને ઉપાડીને (Abduction) લઈ ગઈ હતી તેવું સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તો બીજી તરફ, ભૂંસાવળ (Bhusawal) ના એક ટેક્સી ડ્રાઈવરને કારણે પોલીસ બાળકી સુધી પહોંચી શકી હતી. સોશિયલ મીડિયા (Social Media) પર મેસેજ જોયા બાદ તેની નજર મહિલા પર પડી હતી. આમ, બાળકી મળી આવી હતી.
ગઈકાલે સુરતના વરાછા વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. મૂળ મહેસાણાનો પપ્પુ ધનજી દેવીપૂજક સુરતના વરાછા વિસ્તારમાં ભંગારની ફેરી મારે છે. તે તેની પત્ની સુશીલા, પુત્ર રવિ અને 3 વર્ષની પૂજા સાથે રસ્તા પાસે આવેલ ફૂટપાથ પર સૂતા હતા. ત્યારે સવારે 4.30 થી 5 વાગ્યાના અરસામાં કોઈ તેમની દીકરી ઉપાડીને ભાગી ગયું હતું. પરિવારજનોએ ભારે શોધખોળ કરી હતી, પણ માસુમ દીકરીનો કોઈ અત્તોપત્તો લાગ્યો ન હતો. ત્યારે તેઓએ વરાછા પોલીસને જાણ કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી, ત્યારે પોલીસ સ્ટેશન પાસે એક મહિલા બાળકીને લઈ જતી દેખાઈ હતી. સીસીટીવીમાં સ્પષ્ટ થયું હતું કે, મહિલા બાળકીને ટ્રેન દ્વારા લઈ ગઈ હતી. આ મહિલા માનસિક રીતે અસ્વસ્થ જણાતી હતી.
બાળકીના અપહરણ બાદ તરત વરાછા પોલીસ તંત્ર દોડતું થયું હતુ. મહિલાના ફોટા વોટ્સએપ ગ્રૂપમાં વાયરલ કરવામાં આવ્યા હતા. જોતજોતામાં આ ફોટો સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા. ત્યારે બાળકીને લઈને ભૂંસાવળ પહોંચેલી મહિલા પર એક ટેક્સી ડ્રાઈવરની નજર પડી હતી. પ્રથમ નજરે તેને આ મહિલા શંકાસ્પદ લાગી હતી, તો બીજી તરફ સોશિયલ મીડિયા પર વાયરલ મેસેજને ચકાસતા મહિલા અને બાળકીની ઓળખ પણ તેણે કરી લીધી હતી. તેથી તેણે બૂમાબૂમ કરી હતી.
આમ, પોતાનો ભાંડો ફૂટી જતા મહિલા ડરી ગઈ હતી, અને બાળકીને સ્થળ પર જ મૂકીને ભાગી ગઈ હતી. આમ, એક ટેક્સી ડ્રાઈવરની સૂઝબૂઝથી બાળકીનું અપહરણ ન થયું, અને બાળકી તેના પરિવારને મળી શકશે. તો બીજી તરફ, રેલવે પોલીસે બાળકીનો કબજો મેળવ્યો હતો અને તેને ચિલ્ડ્રન્સ હોમમાં મોકલી આપી હતી. આ અંગે વરાછા પોલીસને જાણ કરવામાં આવી હતી. તો લેટેસ્ટ અપડેટ મુજબ, વરાછા પોલીસ બાળકીનો કબજો મેળવવા ભૂંસાવળ જવા રવાના થઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે