નરેશ ભાલિયા/જસદણ :ફટાકડા (crackers) ફોડતા સમયે સાવધાની રાખવી જરૂરી છે, નહિ તો અનહોનિ થઈ જાય છે. જસદણના બેલડા ગામની ઘટના સામે આવી છે, જેમાં ફટાકડા ફોડતા યુવક ગંભી રીતે દાઝ્યો હતો. જોકે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (viral video) થયો હતો. જે ચેતવણી રૂપ વીડિયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વીડિયો દિવાળીના દિવસે ફટાકડા ફોડતા સમયનો છે. ચારથી પાંચ મિત્રો રસ્તા પર ફટાકડા ફોડી રહ્યા હતા. ત્યારે અચાનક આગ (fire video) લાગી હતી. આગ લાગતા જ તેની જ્વાળા સીધી યુવકના મોઢા પર આવી હતી. આ આગમાં યુવક ગંભીર રીતે દાઝી ગયો હતો.



આ ઘટના ત્યાં હાજર લોકોના મોબાઈલમાં કેદ થઈ હતી. જોકે, આ વીડિયો ઉદાહરણરૂપ છે, કે ફટાકડા ફોડતા સમયે કેવી અને કેટલી સાવધાની રાખવી જોઈએ.