નવી દિલ્હીઃ સનાતન ધર્મમાં દિવાળીનુ ખાસ મહત્વ રહેલું છે. આ વર્ષે 4 નવેમ્બરે દિવાળીનો તહેવાર હતો. આ પર્વ પાંચ દિવસનો હોય છે. દિવાળીના પંદર દિવસ પછી એટલે કાર્તિક પૂર્ણિમાના દિવસે દેવ દિવાળી મનાવવામાં આવે છે. વર્ષ 2021માં 18 નવેમ્બરે દેવ દિવાળી છે. જોકે, આ વખતે 18 અને 19 નવેમ્બર એમાં અડદો અડધો દિવસ દેવ દિવાળી છે. આ દિવસે ગંગા કિનારે સ્થિત પ્રમુખ શહેરોમાં ગંગા આરતીનું આયોજન થાય છે. આજે અમે તમને દેવ દિવાળી વિશે તમામ વસ્તુ જણાવીશું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેવ દિવાળી કેમ મનાવાઈ છે-
સનાતન ધાર્મિક ગ્રંથોનું માનીએ તો દૈવિક કાળમાં એક વાર ત્રિપુરાસુરના આતંકથી 3 લોકોમાં ત્રાહિમામ મચી ગયો. ત્રિપુરાસુરના પિતા તારકાસુરના વધ દેવતાઓના સેનાપતિ કાર્તિકેયે કર્યો હતો. તેનો બદલો લેવાના હેતુથી તારકાસુરના 3 પુત્રોએ ભગવાન બ્રહ્માજીની કઠિન તપસ્યા કરી તેમને અમર થવાનું વરદાન માગ્યું. જો કે, ભગવાન બ્રહ્માએ તારકાસુરના ત્રણેય પુત્રોને અમરતાનું વરદાન આપીને અન્ય વર આપ્યો. કાલાંતરમાં ભગવાન શિવજીએ કાર્તિક પૂર્ણિમાના દિવસે તારકાસુરના ત્રણેય પુત્રો એટલે કે ત્રિપુરાસુરનો વધ કરી દીધો. તે દિવસે દેવતાઓએ કાશી નગરમાં ગંગા નદીના કિનારે દીપ જલાવીને દેવ દિવાળી મનાવી. તે સમયથી દેવ દિવાળી મનાવવામાં આવે છે. વર્તમાન સમયમાં પણ દર વર્ષે કાર્તિક પૂર્ણિમાના દિવસે દેવ દિવાળી મનાવવામાં આવે છે.


દેવ દિવાળીનું મહત્વ-
એવી માન્યતા છે કે, દેવ દિવાળીના દિવસે દેવી-દેવતા પૃથ્વી પર આવીને દિવાળી મનાવે છે. આ અવસરે વારાણસીમાં ગંગા આરતીનું વિશેષ આયોજન કરવામાં આવે છે. ગંગા ઘાટને રોશનીથી શણગારવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોની માનીએ તો દેવ દિવાળીના દિવસે ગંગા નદીમાં સ્નાન ધ્યાન કરવાથી મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ગુરુનાનક જયંતિ પણ મનાવવામાં આવે છે. હિન્દૂ અને શિખ ધર્મના અનુયાયિયો દેવ દિવાળીને ધૂમધામથી મનાવે છે.